રાજકોટમાં પોરબંદર તરફથી આવતો દૂધનો 120 કિલો નકલી માવો પકડાયો
રાજકોટઃ શહેરમાં નકલી ઘી બાદ હવે નકલી દુધનો માવો પકડાયો છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા સામે મ્યુનિ.ના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પોરબંદર તરફથી આવતો દૂધનો 120 કિલો માવો અને 20 કિલો થાબડીનો નકલી જથ્થો ઝડપી પાડ્યો હતો. દૂધના માવાની અંદર મિલ્ક ફેટના બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ થયાનું […]