1. Home
  2. Tag "FARMER"

માવઠાંનો મારઃ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે દરમિયાન આજે અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામં મુકાયાં છે. દરમિયાન રાજકોટના ગોંડલમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ હોવાનું જાણવા મળે છે. રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી હતી. […]

પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ખેડૂતોને મે મહિનામાં મળશે

નવી દિલ્હીઃ દેશમાં ગરીબ અને ખેડૂતોનું જીવન ધોરણ સુધરે તે માટે વર્તમાન મોદી સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે, એટલું જ નહીં આ યોજનાઓનો લાભ જરુરીયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને દર વર્ષે પીએમ કિસાન યોજના હેઠલ રૂ. 6 હજારની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી રૂ. બે […]

મોરવા હડફમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરીને SOG એ ખેડૂતને ઝડપી લીધો

અમદાવાદઃ રાજ્યમાં નશાનો કાળો કારોબાર કરનાર માફિયાઓ અને પેડલરોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અવાર-નવાર માદક દ્રવ્યોના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ ડ્ર્ગ્સના નેટવર્કને તોડી પાડીને યુવાનોને નશાના રવાડે અટકાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું […]

ખેડૂતોને માવઠાંથી થયેલા નુકશાની અંગે વળતરની ટૂક સમયમાં જાહેરાત કરાશેઃ કૃષિમંત્રી

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાની અંગે સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના 15 જિલ્લાના ખેડૂતોને માવઠાને પગલે ખેડૂતોને નુકશાન થયાનું સામે આવ્યું છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આગામી દિવસોમાં ખેડૂતોના કમોસમી વરસાદને પગલે થયેલા નુકશાની અંગે […]

ગુજરાતઃ કમોસમી વરસાદથી 15 જિલ્લાના 2785 ગામમાં ખેડૂતોના પાકને નુકશાન

અમદાવાદઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌. બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું […]

કલેક્ટરોને તેમના જિલ્લામાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવવા CM નો નિર્દેશ

ગાંઘીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી […]

અમદાવાદ : 55662 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. 232 કરોડની સબસીડી ચૂકવવામાં આવી

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ૫૫,૬૬૨ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. ૨૩૨.૪૮ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ છે. એમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું. વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે […]

કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે

સુરત : જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો સુરત જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કમોસમી વરસાદ સંદર્ભે આગોતરી જાણ હોવાથી સુરત જિલ્લાના તમામ વિભાગો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા. ઉમરપાડા તાલુકામાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડ્યો હોવાની જાણ […]

ગુજરાતમાં ફરીથી વરસશે કમોસમી વરસાદ, 13 અને 14મી માર્ચે માવઠાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાંથી ગરમી વરસી રહી છે, જો કે, વાતાવરણમાં આવેલા પલટાને કારણે તાજેતરમાં જ ભારે પવન સાથે રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેતરમાં ઉભા પાકને નુકશાન થયું છે. હવે ફરીથી ગરમીમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે, દરમિયાન આગામી દિવસોમાં ફરીથી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં […]

ગુજરાતમાં ખરીફ ડુંગળીની આજથી ખરીદી શરૂ કરાશે

નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code