1. Home
  2. Tag "FARMER"

ગાંધીનગર જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના હેઠળ પાણી આપવા ભારતીય કિસાન સંઘની માગ

ગાંધીનગરઃ જિલ્લામાં રવી સીઝનના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. રવી પાકને પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી આપીને તળાવો ભરવામાં આવે તેવી માંગણી સાથે ભારતીય કિસાન સંઘના જિલ્લા એકમે આવેદનપત્ર આપ્યું હતું. જો પાણી આપવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગાંધીનગર જિલ્લા ભારતીય કિસાન સંઘે ચીમકી પણ  ઉચ્ચારી છે. […]

પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ આંદોલન કરતા ખેડૂતોને આપી મોટી રાહત

દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ ખેડૂત દેખાવકારોને મોટી રાહત આપવામાં આવી છે. તેમણે આદેશ કર્યો છે કે, કિસાન સંગઠનોના સભ્યો સામે રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ) દ્વારા નોંધવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવશે. રેલવે લાઈન ઉપર ધરણાં કરવા બેઠેલા ખેડૂતો સામે રેલવે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રેલવે પોલીસ ફોર્સના ચેયરમેનને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલ મુદ્દે વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને વિરોધ કરતા રાજકીય પક્ષો અને નેતા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આવા નેતાઓ અને રાજકીયપક્ષો કૃષિ બિલના નામે ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહ્યાં છે. અત્યાર સુધી સત્તા માટે સરકાર ચલાવાતી […]

ઉત્તર ગુજરાતમાં અપુરતા વરસાદથી ખેડુતો ચિંતિતઃ બનાસકાંઠાની હાલત સૌથી કફોડી

અમદાવાદઃ  ઉત્તર ગુજરાતમાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો ખાલી હોવાથી ખરીફ પાકનું વાવેતર સૂકાવા લાગ્યું છે. વરસાદ ખેંચાતા ડીસા વિસ્તારના ખેડૂતોની મુશ્કેલી વધી છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું. પશુપાલન સાથે જોડાયેલા લોકોની હાલત પણ બદતર બની છે. ઘાસચારા માટે પણ ખેડૂતોને ફાંફા […]

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા જરૂરિયાત પ્રમાણે સિંચાઈ માટે પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં મેઘરાજાએ રિસામણા કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં 90 ટકા વાવેતર પૂર્ણ થઈ ગયું છે. હવે વરસાદ ખેંચાતા ખેડુતો ખરીફ પાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓએ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી.  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો […]

મહી જમણાં કાંઠાના કમાન્ડ વિસ્તારોને 15 દિવસ માટે 6500 ક્યુસેક પાણી અપાશે

ગાંધીનગર: રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક અને નર્મદામાંથી 3500 ક્યુસેક આમ કુલ મળી 6500 ક્યુસેક પાણી સિંચાઇ માટે 15 દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 2 દિવસમાં આ પાણી મળતુ થઇ જશે. જેના પરિણામે કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારના લાખો ખેડૂતોને લાભ […]

કચ્છની સૂકી ધરતી પર નર્મદાનું પાણી પહોંચાડીને કચ્છને પાણીદાર બનાવ્યું: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા જણાવ્યું હતું કે, અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. 25 વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે. તેમ […]

દેશમાં કુદરતી આફતથી ગુજરાતને સૌથી વધારે અસરઃ 1.49 લાખ હેકટર જમીનમાં નુકશાન

અમદાવાદઃ ગુજરાતમાં ગયા વર્ષે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લામાં ખેતરો ધોવાતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત વાવાઝોડાને કારણે ચાલુ વર્ષે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો હતો. કુદરતી આફતથી સમગ્ર દેશમાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ નુકસાન ગુજરાતને થયાનું કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં જણાવ્યું હતું. […]

અષાઢ પુરો થવા આવ્યો પણ મેઘો વરસતો નથીઃ એક સપ્તાહ સુધી ભારે વરસાદ નહીં પડે

અમદાવાદઃ શ્રાવણ મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.આકાશમાં વદળો ગોરંભાય છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે સોમવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં અત્યારસુધી 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ […]

ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર વધ્યું : અંદાજીત 64.85 લાખ હેકટરમાં વાવેતર

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જો કે, છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ ખેતરમાં ઉભા પાકને નવુ જીવતદાન મળ્યું હતું. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 64.85 લાખ હેકટરમાં વાવેતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code