1. Home
  2. Tag "farmers protest"

કડીમાં કોટન માર્કેટના મુહૂર્તના પ્રથમ દિવસે ડાંગરની હરાજી બંધ કરાતા ખેડુતોનો વિરોધ

વેપારીઓની મનમાની સામે ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો, વેપારીઓએ કામકાજના પ્રથમ દિવસે જ ડાંગરની હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો, ખેડુતો ડાંગર ભરીને યાર્ડમાં આવ્યા ત્યારે જ જાણ થતાં રોષે ભરાયા મહેસાણાઃ કડી કોટન માર્કેટમાં મુહૂર્તના પ્રથમ દિવસે જ વેપારીઓની મનમાની સામે રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. વેપારીઓએ ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોએ હાઈવે […]

દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોએ શેરડીના ટનદીઠ ઓછા ભાવ જાહેર કરતા ખેડૂતોએ કર્યો વિરોધ

સુરત: દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1લી એપ્રિલથી શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરાયા છે. જે ભાવ અપુરતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે. એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો […]

રાયદાની ખરીદીમાં 2400 કિલોની મર્યાદા હટાવવા થરાદના ખેડુતોએ કૃષિમંત્રીને કરી રજુઆત

પાલનપુરઃ ગુજરાત સરકારે અન્ય કૃષિ પેદાશોની જેમ રાયડો પણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ રાયડો 2400 કિલોની મર્યાદામાં ખરીદી રજિસ્ટેશન કરાતું હોવાથી બનાસકાંઠાના ખેડુતોમાં સરકાર સામે નારાજગી જાવા મળી રહી છે. થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને રાયડાની ખરીદીમાં 2400 કિલોની મર્યાદા […]

ભાવનગરના અલંગ વિસ્તારમાં સુચિત ટીપી સ્કીમ સામે 17 ગામોના ખેડુતોએ કર્યો વિરોધ,

ભાવનગરઃ અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા સૂચિત ટીપી સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઘણાબધા ગામોની ફળદ્રુપ જમીનોનો સમાવેશ કરાતા ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુચિત ટીપી સ્કીમના અસરગ્રસ્ત 17 ગામના ખેડૂતોએ રવિવારે તળાજાના મણાર ગામ પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તળાજા તાલુકાના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે રવિવારે […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડુતોએ વિરોધ કરી હરાજી બંધ કરાવી

ભાવનગરઃ ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં ગોહિલવાડ પંથક અગ્રેસર ગણાય છે. આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. ખેડુતોને ડુંગળીને માર્કેટયાર્ડ લાવવા સુધીનું ભાડું પણ નીકળતું નથી. દરમિયાન ગુરૂવારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટ યાર્ડમાં પાણીના ભાવે ડુંગળીની હરાજી થતાં […]

પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતો સિંચાઈ કચેરીને તાળાંબંધી કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા રવિ પાક સુકાઈ રહ્યો છે. આથી  200 જેટલાં ખેડૂતો પાલનપુરમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અને જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો કચેરીએ ધરણાં કરી તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહિ મળે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. […]

ભાવનગરના માર્કેટ યાર્ડમાં વજન કપાતના મુદ્દે ખેડુતોએ વિરોધ કરતા હરાજી બંધ કરવી પડી

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર સમિતિ યાને માર્કેટિંગયાર્ડમાં ખરીફ પાકની સારીએવી આવક થઈ રહી છે. બુધવારે મોટી સંખ્યામાં ખેડુતો કૃષિ પેદાશ વેચવા માટે આવ્યા હતા. દરમિયાન વેપારીઓ ખરીદીમાં વજન કપાત કરી રહ્યા હતા. તેથી ખેડુતોને નુકશાન થતું હતું. એટલે વજન કપાતના મુદ્દે ખેડૂતોએ વિરોધ કરતા કપાસ, ડુંગળી સહિતની જણસોની હરરાજી અઢી-ત્રણ કલાક બંધ થઈ […]

ગીર ગઢડાના સતવાવ ગામે ખેતરોમાં ગેસની પાઈપ લાઈન નાંખવા સામે ખેડુતોએ કર્યો વિરોધ

ગીર ગઢડાઃ  ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામેથી પસાર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા LNG કનેક્ટિવિટી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા ગેસ પાઇપ લાઇન નાખવાના  કામનો ખેડુતોએ વિરોધ કર્યો  હતો.  સનવાવ ગામે કોડીનાર તાલુકાના દેવળી, કડોદરા,સરખડી,આલીદર, બોડવા,જીથલા ગામના ખેડૂતો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા. અને “ જાન દેશું પણ જમીન નહિ” અને “જય જવાન અને […]

પંજાબમાં આજે ખેડૂતોનું પ્રદર્શન, 20 માર્ચે દિલ્હીના જંતર-મંતર પર કરશે વિરોધ પ્રદર્શન

ચંડીગઢ:ખેડૂતો ફરી એકવાર સરકાર સામે રસ્તા પર ઉતરવાના છે.યુનાઇટેડ કિસાન મોરચા (SKM) 13 માર્ચે પંજાબમાં જિલ્લા સ્તરે વિરોધ કરશે.એસકેએમ જિલ્લા મુખ્યાલય પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે અને પૂતળાં બાળશે.ભારતીય કિસાન મંચના નેતાઓનો આરોપ છે કે કેન્દ્ર સરકાર જે ખેડૂત નેતાઓના ઘરો પર દરોડા પાડી રહી છે તેમની વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. […]

રવિ સીઝનના ટાણે રાત્રે વીજળી અપાતા ખેડુતોને કડકડતી ઠંડીમાં પાણી વાળવા જવું પડે છે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ખેડુતો અનેક વિટંબણાનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં સિંચાઈની પુરતી સુવિધા ન હોવાથી ખેડુતો બોર અને કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે. હાલ રવિ સીઝનમાં પાણીની જરૂરિયાત ઊબી થઈ છે, ત્યારે રાત્રે જ વીજળી આપવામાં આવી રહી છે. કડકડતી ઠંડીમાં ખેડુતોને રાત્રે પાળી વાળવા માટે જવું પડે છે.આથી ખેડુતોએ દિવસ દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code