કચ્છના નાના રણમાં માવઠાની આગાહીને લીધે મીઠાના વેપારીઓ અને અગરિયાઓ ચિંતિત બન્યા
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમી સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. દરમિયાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરતાં જિલ્લાના ખારાઘોડા અને પાટડી વિસ્તારના રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠાના વેપારીઓ ચિંતિત બન્યા છે. કારણ કે હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, અને હજુ 40 ટકા જેટલું મીઠું હજી રણમાં પડ્યું છે. […]