1. Home
  2. Tag "farmers"

બનાસકાંઠાનાં 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવાની માગ સાથે ખેડૂતોની બાઇક રેલી યોજાઈ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતનો ઉનાળો વધુ આકરો બન્યો હતો. જેમાં ચારેબાજુએથી પાણીની બુમો ઊઠી છે. પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. થરાદના ખેડૂતોએ 97 ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી બાઇક રેલી યોજી હતી. જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર […]

દસાડા-લખતર વિસ્તારમાં પાણીના પ્રશ્ને ધારાસભ્ય સહિત ખેડૂતોએ માલવણ હાઈવે ચક્કાજામ કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવડના દસાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીના વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઘણા ગામોને ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. નર્મદા કેનાલના કાંઠે આવેલા ખેડુતો પણ સિંચાઈ માટે પાણીની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગામોમાં તો તંત્રની નિષ્ક્રિયાને કારણે પાણીની મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં લોકોએ માલવણ […]

નવસારી પંથકના ખેડુતોને ચીકુના પાકે રડાવ્યા, લઘુત્તમ ટેકાના ભાવ આપવા સરકારને રજુઆત

નવસારી : જિલ્લામાં ફળદ્રુપ જમીન અને ખેડુતો મહેનતુ હોવાને કારણે ફળફળાદી સારા પ્રમાણમાં પાકે છે. જિલ્લાના મુખ્ય પાકમાં ચીકુનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં વર્ષે અંદાજે 40 લાખ મણ ચીકુનું ઉત્પાદન થાય છે. પરંતુ બદલાતા વાતાવરણની અસરને કારણે મજૂરી કરતા ચીકુની પ્રતિ મણ આવક ઓછી થઈ છે. એટલે કે ચીકુના ભાવ પ્રતિ મણના 150થી પણ […]

જામનગરના લાલપુર માર્કેટ યાર્ડમાં ચણા વેચવા આવેલા ખેડુતોની લાંબી લાઈનો લાગી

જામનગર:  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી અને રાહત આપવામાં આવી રહી છે તો બીજી તરફ આ જ રાહતનો લાભ આપવા માટે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો લાલપુર એપીએમસી ખાતે જોવા મળ્યા હતા. લાલપુર એપીએમસીની બહાર વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા […]

બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના ખેડુતોની પાણીના પ્રશ્ને મહારેલી યોજાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ડેમો અને જળાશયોમાં પાણીનો જથ્થો સરેરાશ 10થી 12 ટકા જ બચ્યો છે. સરકાર દ્વારા નર્મદા યોજનાથી બનાસકાંઠાના ડેમો અને જળાશયોમાં પાણી ઠાલવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ એનો અમલ થયો નથી, ત્યારે પાલનપુર અને વડગામના ખેડુતોએ કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી […]

મધમાખી ઉછેરથી નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવાની મોદી સરકારની તૈયારી, હજારો ખેડૂતોને ફાયદો થવાની સંભાવના

દિલ્હી :કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર, ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના અધ્યક્ષપદે અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને શોભા કરંદલાજેની પ્રેરક ઉપસ્થિતિમાં “વિશ્વ મધમાખી દિવસ ”ની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. કેન્દ્રીય કૃષિ […]

ખરીફ સિઝન પહેલા ખેડૂતોને ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા પગલાં લેવાયાઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર ગરીબ તરફી અને ખેડૂત તરફી છે અને ખેડૂતોને ખાતરનો ખાતરીપૂર્વક પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં ખાતરની કોઈ અછત નથી. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરીને અને અન્ય દેશો સાથેની […]

સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં હવે ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય મળશે

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં ડુગળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે. પણ ખેડુતોને પુરતા ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની હતી. અને પોષણક્ષણ ભાવ આપવા ખેડુતોએ માગણી કરી હતી. આથી રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના માર્કેટ યાર્ડ્સમાં ડુંગળી વેચવા માટે આવનારા ખેડુતોને પ્રતિકિલોએ રૂપિયા બેની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, […]

ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને રૂ. 3 લાખ સુધીનું પાક […]

ગુજરાતમાં ખેડૂતોને માટે ખૂશખબર, હવે વગર વ્યાજે પાક ધીરાણ અપાશેઃ કૃષિ મંત્રીની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતના ખેડુતોને વગર વ્યાજે પાક ધિરાણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ખેડુતોને પાક માટે જે ધિરાણ મેળવ્યું હશે તે ધિરાણનું વ્યાજ સરકાર ભાગવશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરમાં જાહેરાત કરી હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code