1. Home
  2. Tag "farmers"

તાપીમાં 18 વર્ષથી બંધ પડેલી સુગર ફેક્ટરી ફરી કાર્યરત કરાઈ : ખેડૂતોને મળશે ફાયદો

અમદાવાદઃ તાપી જિલ્લાના ખુશાલપુરા ખાતે છેલ્લા 18 વર્ષથી બંધ હાલતમાં પડેલી સુરગ ફેક્ટરીને ફરીથી શરુ કરવામાં આવી છે. આ ફેક્ટરી પુનઃ કાર્યરત થતા ખેડૂતોને મોટો ફાયદો થશે. તાપીના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના […]

દેશમાં વર્ષ 2027 સુધીમાં બે કરોડથી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડ (NCEL) નો લોગો, વેબસાઇટ અને બ્રોશર લોન્ચ કર્યું હતું. તેમજ કેન્દ્રીય મંત્રીએ NCELના સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને નિકાસની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય સહકારી નિકાસ લિમિટેડ (NCEL) […]

ખેડુતો ખરીફ પાકના ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણી હવે 31 મી ઑક્ટોબર સુધી કરી શકશે

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. 25-09-2023 થી તા. 16-10- 2023 સુધી ખુલ્લું […]

ટામેટાના ભાવમાં થયેલા ઘટાડાના પગલે ખેડૂતોની મુશ્કેલી વધી, સરકાર પાસે મદદની આશા

નવી દિલ્હીઃ દેશમાં ટામેટાના ભાવ સામાન્ય થતા મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હવે ટામેટાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં ખેડૂતોને ટામેટાના પાકનું વેચાણ કરતા ખેતીના પુરતા પૈસા પણ નીકળતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, તેમજ જ્યારે ટામેટાના ભાવ વધ્યા ત્યારે જનતાને રાહત માટે […]

ખેડુતોને શાકભાજીના પડતર ભાવ પણ મળતા નથી, વચેટિયા ધૂમ કમાય છે, ગ્રાહકો લૂંટાય છે

રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં કરાયું છે. ખેડુતો શાકભાજી વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવે છે. તો પુરતા ભાવ મળતા જ નથી. ખેડુતોને લીલા શાકભાજી માર્કેટિંગ યાર્ડ સુધી લાવવાનો ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચ પણ નિકળતો નથી.બીજીબાજુ ગ્રાહકોને પણ સસ્તુ શાકભાજી મળતુ નથી, એટલે વચેટિયાઓ ધૂમ કમાય છે. ખેડુતો જથ્થાબંધ વેપારીઓને ગાંસડીના ભાવે શાકભાજી […]

મનસુખ માંડવિયાએ 3000થી વધુ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ રીતે સંવાદ કર્યો

દિલ્હી : “દેશમાં 1.6 લાખથી વધારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) કાર્યરત છે, જેમાં દરેક બ્લોકમાં એકથી વધારે કેન્દ્રો છે. પીએમકેએસકેની પાછળનો ઉદ્દેશ આ પ્રકારનાં 2 લાખથી વધારે કેન્દ્રોનું ‘વન-સ્ટોપ શોપ’ નેટવર્ક ઊભું કરવાનો છે, જેથી ખેડૂતોને ખેતી અને કૃષિ પદ્ધતિઓ વિશેનાં તેમનાં જ્ઞાનમાં વધારો કરવા માટે ગુણવત્તાયુક્ત સુનિશ્ચિત ઉત્પાદનો મળી શકે.” ડો.મનસુખ માંડવિયાએ દેશભરના […]

રાજભવન ખાતે મુંદ્રાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલની શાબાશી સહ માર્ગદર્શન

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃત ખેતી અપનાવતા થાય અને લોકોને કેમીકલ ખાતર મુક્ત ખોરાક મળી રહે તેવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવવા ગુરૂવારે ગુજરાતના રાજયપાલની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે ચર્ચા કરી ખેત ઉત્પાદનમાં […]

ખેડૂતો થઈ જજો સાવધાન, જંતુનાશક દવાઓમાં મોટી ગોલમાલ સામે આવી

અમદાવાદ: ખેડૂતો કે જે પોતે સખત મહેનત કરીને અનાજને ઉગાવે છે, ખેડૂતો કે જે સમગ્ર દેશના લોકોનું પેટ ભરે છે પણ હવે સમય એવો આવ્યો છે કે તેમણે પોતે જ સતર્ક થવું પડશે. કારણ છે કે હાલમાં જ રાજ્યના કૃષિ વિભાગે અચાનક તપાસ હાથ ધરી અને 107 ઉત્પાદકોને આ મુદ્દે નોટિસ પણ ફટકારવામાં આવી છે. […]

ખેડૂતોની સુખાકારી માટે GSFCએ 5000 થી વધુ સમૃદ્ધિ કેન્દ્ર વિકસિત કર્યા

વડોદરા:ભારત સરકારના ખાતર વિભાગ (ડીઓએફ) દ્વારા પૂરી પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અનુસાર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસએફસી) એ કુલ 5017 “પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર” (પીએમકેએસકે) સફળતાપૂર્વક વિકસિત કર્યું છે. આ કેન્દ્રો મોડેલ ખાતરની છૂટક દુકાનો છે જેની સ્થાપના ખેડૂતોની જરૂરિયાતોને અસરકારક રીતે પહોંચી વળવા માટે દેશભરમાં કરવામાં આવી છે. આ વન-સ્ટોપ […]

કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો જાહેર, 17000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ માટે રૂ. 17 હજાર કરોડ જાહેર કર્યાં હતા. પીએમ પ્રણામ યોજના અને કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પણ શરૂ કર્યું. આ દરમિયાન તેમણે રાજ્યમાં પાંચ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના કરોડો ખેડૂતો માટે આજનો દિવસ ખાસ છે. પીએમ કિસાન સન્માન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code