1. Home
  2. Tag "farmers"

ટમેટાના ભાવ 20 કિલોના 50 થયાં, ખેડુતોને તળિયાના ભાવ મળતા નથી અને વચેટિયાઓને તગડો નફો,

હિંમતનગરઃ રાજ્યમાં ખેડુતો કાળી મહેનત કરીને લીલા શાકભાજીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવતા હોય છે. જ્યારે ખેડુતો લીલા શાકભાજી માર્કેટમાં વેચવા જાય ત્યારે પુરતા ભાવ મળતા નથી. બીજીબાજુ ગ્રાહકોને સસ્તા ભાવે શાકભાજી મળતું નથી, વચ્ચે દલાલો મોટાભાગને નફો લઈ લેતા હોય છે. એટલે વચેટિયાઓને લીધે ખેડુતો અને ગ્રાહકોનો મરો થતો હોય છે. હાલ ટમેટાંના ભાવ 20 […]

ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર દિવસે વીજળી અપાશે, જંગલ વિસ્તારના ખેડુતોને પ્રથમ લાભ મળશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હાલ રવિ સીઝનમાં ખેડુતોને દિવસે વીજળી મળતી ન હોવાથી કડકડતી ઠંડીમાં રાતના ઉજાગરા કરવા પડે છે. સરકારે અગાઉ ખેડુતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ ઘણા ગામડાઓમાં રાત્રે લાઇટ આવે છે. ત્યારે કડકડતી ઠંડીમાં પણ જગતના તાતે રાત્રિના પાણી વાળવા મજબૂર થવું પડે છે. જેથી આવા વિસ્તારોમાંના ખેડૂતોની માંગ હતી કે સરકાર […]

સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, સૌની યોજના હેઠળ જળાશયો ભરાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના […]

ખેડુતોને ઝીરો ટકાના વ્યાજ દરે પાક ધિરાણ મળશે, કોરોના સામે સરકારનો એક્શન પ્લાન

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ખેડૂત હિતલક્ષી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પાક-ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી 100 દિવસમાં રાજય […]

લીલા શાકભાજીના ભાવ તળિયે, ખેડુતોને પુરતું વળતર મળતું નથી અને દલાલોને ધીકતી કમાણી

અમદાવાદઃ શિયાળાના પ્રારંભથી તમામ શાકભાજીઓના ભાવમાં ક્રમશઃ  ઘટાડો થયો છે.  અને હાલ રાજ્યની અનેક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં લીલા શાકભાજીઓની આવકમાં પુષ્કળ વધારો થયો છે ત્યારે જથ્થાબંધ ભાવમાં 70 ટકાનો ઘટાડો થતા કિલોદીઠ રૂા. 15થી 20ની રેન્જમાં આવી ગયા છે. જ્યારે છુટક ભાવમાં 40 ટકા ઘટ્યા છે. કોબીજ અને ફ્લાવરની આવકમાં પુષ્કળ વધારો થતા તેના […]

ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી

અમદાવાદઃ મહિસાગર જીલ્લાના ખેડૂતો માટે હાલમાં અરબી સમુદ્રમાં ઉપજેલ લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા જણાવ્યા મુજબ હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઈ ચાલુ અઠવાડિયા દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાતનાં મહિસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ તેમજ માવઠું આવવાની શકયતાઓ […]

ખેડૂતોને ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળીઃ પ્રહલાદસિંહ પટેલ  

દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આધુનિક ડિજિટલ ટેકનોલોજી આપીને સશક્ત અને ક્ષમતાવાન કર્યા છે. ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ અને લૂંટમાંથી બચાવ્યા છે. ભ્રષ્ટાચાર અને વચેટિયાઓથી મુક્તિ મળી છે. તેમ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું. ડિજિટાઈઝેશન મારફતે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી સહાય હવે સીધી ખેડૂતો સુધી પહોંચી રહી છે, […]

રવિ સીઝનના ટાણે જ કેનાલમાં સિંચાઈ માટે પાણી ન અપાતા થરાદના ત્રણ ગામના ખેડુતોએ કરી રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ તાલુકાના ખેડુતો સિંચાઈના પાણી  અપાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થરાદના તાલુકામાં ગડસીસર શાખા, રાણપુર ડીસ્ટ્રીબ્યુટર નહેર તથા રામપુરા માઇનોર કેનાલનું પાણી ચાલુ કરવા ખેડૂતો બહોળી સંખ્યામાં નર્મદા નિગમની કચેરીએ પહોંચીને  રજૂઆત કરી હતી. સરહદી વિસ્તારમાં કેનાલને લઇને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રવિ સીઝનની શરૂઆત થતાં પાણી ન મળતાં ખેડૂતોએ નર્મદા […]

ખેડુતોને જાહેર માર્કેટમાં ખરીફ પાકના સારા ભાવ મળતા હોવાથી હવે ટેકાના ભાવે વેચવામાં રસ નથી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાક મબલખ ઉત્પાદન થયું છે. ખેડુતોને જાહેર બજારમાં ખરીફ પાકના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડુતો ટેકાના ભાવે સરકારને માલ વેચવામાં કોઈ રસ રહ્યો નથી. મગફળી, સોયાબીન અને મગ સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવથી સરકારી ખરીદીનો આરંભ લાભપાંચમ અર્થાત શનિવારના દિવસથી કરી દેવાયો છે, […]

PM મોદી આવતીકાલે ખેડૂતો માટે 12મો હપ્તો જાહેર કરશે,’ભારત’ બ્રાન્ડની યુરિયા બેગ પણ આપશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરથી દિલ્હીમાં શરૂ થનારા બે દિવસીય કાર્યક્રમમાં ‘PM કિસાન યોજના’ હેઠળ 8.5 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ઇલેક્ટ્રોનિક રીતે 16,000 કરોડ રૂપિયાની રકમ મોકલશે.પુસા કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવનાર આ રકમ આ ખેડૂતો માટે વાર્ષિક રૂ. 6,000ની સીધી સહાય હશે.આ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવનાર આ 12મો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code