1. Home
  2. Tag "farmers"

PM-KISAN હેઠળ અત્યાર સુધીમાં રૂ. 2 લાખ કરોડથી વધુના કુલ લાભો જાહેર કરાયાં

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ઓક્ટોબરે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન, નવી દિલ્હી ખાતે બે દિવસીય કાર્યક્રમ “PM કિસાન સન્માન સંમેલન 2022”નું ઉદ્ઘાટન કરશે. આ ઈવેન્ટ દેશભરમાંથી 13,500થી વધુ ખેડૂતો અને લગભગ 1500 એગ્રી સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવશે. વિવિધ સંસ્થાઓના 1 કરોડથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપે તેવી અપેક્ષા છે. સંમેલનમાં સંશોધકો, નીતિ […]

ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડુતોનો વધતો જતો વિરોધ, 20મીએે ગાંધીનગરમાં ખેડૂતોની મહાસભા

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડુતોની સંપાદનને મામલે વિરોધ વધતો જાય છે. બનાસકાંઠાના થરાદથી લઈને જે વિસ્તારોમાં ભારતા માલા પ્રોજેક્ટ  સાકાર થઈ રહ્યો છે, તે વિસ્તારોના ખેડુતોને જમીન સંપાદન અંગે નોટિસો મળી છે. જેને પગલે અસરગ્રસ્ત ખેડુતોને એકજૂથ કરવા માટે તારીખ 20મી, સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ માટે પોતાની ફળદ્રુપ જમીન કોઇપણ કાળે નહી […]

ગુજરાતમાં 13000થી વધુ ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત પેમેન્ટ ઓર્ડર ઈસ્યૂ કરાયા

ગાંધીનગરઃ  રાજ્યનાં ખેડૂતોને ખેતી સબંધિત માહિતી મળી રહે તથા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓમાં લાભ મેળવવા માટે ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર વર્ષ 2021-22માં રાજયનાં ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવા અંગેની યોજના અમલી બનાવી હતી. ચાલુ વર્ષ 2022-23માં રાજ્ય સરકાર દ્વારા આ યોજના […]

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ ગીર સોમનાથની મુલાકાતે, ખેડૂતો સાથે કર્યો સંવાદ

અમદાવાદઃ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કાજલી ખાતે વેપારીઓ અને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશને એક વિકસિત દેશ બનાવવાના હેતુસર ખેડૂતોનો પણ મહામૂલો ફાળો છે એવું ઉમેરતા તેમજ કાજલી એપીએમસીની […]

નળકાંઠાના ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નળકાંઠાના 32 જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ  પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ […]

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક:20 કિલોગ્રામના ખેડૂતોને 1230 થી લઇ 1428 સુધી ઊંચા ભાવ મળ્યા  

રાજકોટ યાર્ડમાં જાડી અને ઝીણી મગફળીની આવક. બેડી યાર્ડમાં 810 ક્વીન્ટલ મગફળીની આવ  એક મણનો ભાવ રૂ.1230થી 1428 બોલાયો રાજકોટ: રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે.બજારમાં જાડી અને ઝીણી બંને પ્રકારની મગફળીની આવક નોંધાઈ છે. 810 કવીન્ટલ મગફળીની આવક થતા યાર્ડ મગફળીથી ઉભરાયું હતું અને એક મણનો ભાવ રૂ.1230થી 1428 બોલાયો હતો. […]

પ્રાકૃતિક કૃષિથી નવી ક્રાંતિ સર્જવા ગુજરાતના ખેડૂતો દેશભરને પ્રેરણા પૂરી પાડશે: રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને આત્મા પરિયોજના દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતની સમૃઘ્ઘિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે. ખેડૂત અને કૃષિને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ લાભદાયી છે. રાજયપાલજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિની […]

મોદી સરકારે આપી મોટી રાહત- ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 1.5% ની છૂટ

દિલ્હી:કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,સરકાર ખેડૂતોના સશક્તિકરણ માટે સતત કામ કરી રહી છે.બેઠકમાં રૂ.3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5%ની છૂટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,આ યોજના હેઠળ 2022-23 થી 2024-25 વચ્ચે 34,856 […]

ગુજરાતમાં કોંગ્રેસનું વચન, સરકાર બનશે તો ખેડુતોના 3 લાખ સુધીના દેવા માફ, 10 કલાક વીજળી ફ્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિના બાકી રહ્યા છે, ત્યારે મતદારોને રિઝવવાના રાજકીય પક્ષોએ પ્રયાસો શરૂ કર્યા છે. આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી આપવા સહિત અનેક વચનો આપ્યા બાદ કોંગ્રેસે પણ મતદારોને વચન આપ્યું છે. કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડુતોનું રૂપિયા ત્રણ લાખ સુધીનું કરજ માફ કરાશે, ઉપરાંત ખેડુતોને […]

ઉત્તર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોને થતા અન્યાય સામે 3 જિલ્લાના ખેડુતોએ ઘડી રણનીતિ

પ્રાંતિજઃ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડુતોના અન્યાય થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટ કર્યા બાદ ખેડુતો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ધનસુરા અને દહેગામ વિસ્તારના ખેડૂતોએ એકઠા થઈને કોંન્ટ્રાક્ટ ફાર્મિંગના મુદ્દે રણનિતી ઘડી હતી. હાલમાં ઉત્તર ગુજરાતમાં બટાકાનુ ઉત્પાદન કરતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોષણક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code