1. Home
  2. Tag "farmers"

ડીસા તાલુકાના રામપુરા ગામના ખેડુતોએ વરસાદના પાણીના સંગ્રહ માટે લીધો નવસંકલ્પ

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ હતી. પાણી માટે લોકોએ રેલીઓ અને આંદોલનો કરવા પડ્યા હતા. જિલ્લામાં ભૂગર્ભ જળ ચિંતાજનકરીતે ઊંડા જઈ રહ્યા છે. સાથે ફ્લોરાઈડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે વરસાદી પાણીનો પુરતો સંગ્રહ કરીને કૂવા-બોર રિચાર્જ કરવામાં આવે તો ખેડુતોને પણ ફાયદો થાય તેમ […]

રાજ્યમાં રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ખેડુતોએ અપનાવવો જોઈએઃ મુખ્યમંત્રી

સુરતઃ જિલ્લાના ખેડુતો રસાયણિક આધારિત ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના રાજ્યલાલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના કેટલાક ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. જેમને પ્રાકૃતિક […]

ખેડાઃ એક જ ગામના 200થી વધારે ખેડૂતો અપનાવી પ્રાકૃતિક ખેતી

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પૃથ્વી પાસે આપણી જરૂરિયાત માટે પૂરતા સંસાધનો છે પણ આપણા લોભ માટે નહિ. આજે વિશ્વ ફલક પર સંપોષિત વિકાસ માટે પ્રયત્નોની વચ્ચે બાપુના પ્રકૃતિમય સંદેશને ભારતના ક્રૃષિ ક્ષેત્રે સાકાર કરવાના હેતુથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા યુરીયા ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ છે. દરમિયાન […]

ગુજરાતમાં હવે ખાતેદારો વારસાઈ નોંધ ઓનલાઈન દાખલ કરી શકશે, મહેસુલ વિભાગનો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી ઓનલાઈન કરી દેવાતા સૌથી મોટો ફાયદો ખેડુતોને થઈ રહ્યો છે. ઓનલાઈન કામગીરીને લીધે ભ્રષ્ટ્રાચારમાં પણ ખાસ્સો ઘટાડો થયો છે.મહેસૂલ વિભાગે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મોટા નિર્ણયો લઈને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ બની છે. જેમાં એક i-ORA પ્લેટફોર્મ અત્યંત નોંધનીય છે. જેના દ્વારા વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ […]

રાજ્યના ખેડુતોના વીજ મીટરને બદલે હોર્સપાવરથી વીજળી આપો, કિસાન સંઘના ધરણાં

અમદાવાદઃ રાજ્યના ખેડુતોને વીજ મીટર પદ્ધતિ દુર કરીને હોર્સપાવર પદ્ધતિથી વીજળી આપવા સહિત ખેડુતોના વિવિધ પ્રશ્નોને લઈને કિશાન સંઘ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કિસાન સંઘ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. રાજકોટના જિલ્લા કલેક્ટર તેમજ નડિયાદ કલેકટર કચેરી ખાતે પોતાની વિવિધ માંગો સાથે ધરણા અને આવેદનપત્રો આપવામાં આવ્યો હતો. […]

વાવણી ટાણે જ ડિઝલની અછત, ખેડુતો ટ્રેકટર લઈને ડીઝલ પંપો પર ભટકી રહ્યા છે

અમદાવાદઃ  ગુજરાતમાં ઘણાબધા પેટ્રોલ પંપો પર ડીઝલના નો સ્ટોકના બોર્ડ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હાલ વાવણીની સીઝન ચાલી રહી છે. અને વાવણીને ટાણે જ ડીઝલની અછત સર્જાતા ખેડુતો ટ્રેક્ટર લઈને ડીઝલ મેળવવા પંપે-પંપે ફરી રહ્યા છે. પાટણ જિલ્લામાં આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ નથી ના બોર્ડ લાગી જતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટેશન પર સીધી […]

એગ્રી કલ્ચર ઇન્ફ્રા ફંડ હેઠળ પ્રત્યેક ખેડૂતને રૂ.2 કરોડની લોન: કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરી

અમદાવાદઃ કચ્છના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય કૃષિ, કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ મુન્દ્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મધ્યે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. મંત્રીએ કચ્છ જિલ્લામાં થતી વિવિધ પ્રકારની ખારેક તેમ જ અન્ય પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું પ્રદર્શન નિહાળી આ સંદર્ભે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી કૈલાસ […]

ગુજરાતમાં ખેડૂતોએ 85 હજારથી વધારે હેકટરમાં ખરીફ પાકનું કર્યું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની પધરામણીની આતુરતાથી રાહ જોતા ખેડૂતો હાલ ખેતીના કામમાં જોતરાયાં છે. સમાન્ય રીતે મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ખરીફ પાકોનું અત્યાર સુધીમાં કુલ 85896 હેકટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં સૌથી વધારે મગફળી અને […]

ધ્રાંગધ્રાઃ નર્મદા કેનાલમાંથી ડાયરેક્ટ મશીનો મુકીને પાણી લેતા ખેડુતોની પાઈપો તોડી નંખાતા રોષ

ધ્રાંગધ્રાઃ રાજ્યમાં વરસાદના આગમનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ કપાસ સહિતના પાકની આગોતરી વાવણી કરી દીધી છે. અને ખેડુતો નર્મદા કેનાલ પર મશીનો મુકીને પાણી ખેંચીને પિયત કરી રહ્યા છે. ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓએ એસઆરપીને સાથે રાખીને નર્મદા કેનાલ પર લગાવેલી પાઈપો તોડી નાંખતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના […]

તાલાલા-વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ-2 ડેમમાંથી પાણી છોડાતા ખેડુતોમાં હર્ષ

તલાળાઃ સોરઠ પંથક પાણીદાર ગણાય છે. પરંતુ ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખેંચ ઊભી થઈ હતી. આથી  તલાળા અને વેરાવળ તાલુકાના ખેડુતો દ્વારા હિરણ-2 ડેમમાંથી પાણી છોડવાની માગ ઊઠી હતી. તંત્ર દ્વારા સહાનુભૂતિથી નિર્ણય લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તાલુકાના 22 જેટલા ગામોને સિચાઈનું પાણી અપાતા ખેડુતોમાં ખૂશીની લહેર જોવા મળી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code