એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત જ રહેશે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર: મૂડીઝ
નવી દિલ્હીઃ ભારત 2024માં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે સ્થાનિક માંગ, નીતિઓમાં સાતત્ય, માળખાકીય વિકાસ અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન અર્થતંત્રમાં વૃદ્ધિના કારણો છે. ‘ક્રેડિટ કંડીશન્સ-એશિયા-પેસિફિક H2 2024 ક્રેડિટ આઉટલુક’ રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો. […]