FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ
અમદાવાદઃ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા $4.7 બિલિયન FDI પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55 ટકાના વધારા સાથે $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં $7.3 બિલિયન નવું FDI પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ […]