1. Home
  2. Tag "Fifth Phase"

લોકસભા ચૂંટણીઃ પાંચમાં તબક્કામાં 62.2 ટકા મતદાન, સૌથી વધારે મહિલા મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ધીમે-ધીમે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે. જ્યારે છઠ્ઠા તબક્કા માટે આગામી શનિવારે 25મી મેના રોજ મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચાર તબક્કામાં એકંદરે સરેરાશ 66 ટકા જેટલુ મતદાન […]

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 60 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ પાંચમા તબક્કાની 49 લોકસભા અને ઓડિશાની 35 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું.સાંજે 5 વાગ્યા સુધીના આંકડામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન નોંધાયું. સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 48.66 ટકા નોંધાયુ છે. લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન નોંધાયું […]

છ રાજ્યો,બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આવતીકાલે મતદાન, 2019માં આ 49 પૈકી 40 સીટો NDAએ જીતી હતી 

આવતીકાલે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાં હાઈ પ્રોફાઈલ રાયબરેલી તેમજ અમેઠી બેઠક પર પણ મતદાન યોજાશે. જ્યાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મેદાનમાં છે. રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેરળનાં વાયનાડથી અને નહેરૂ ગાંધી પરિવારના […]

પાંચમા તબક્કામાં 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં 695 ઉમેદવાર વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ફેઝ-5માં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 695 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે પાંચમા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 49 પીસી માટે કુલ 1586 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાંચમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 3 મે, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code