વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદોઃ નાણામંત્રી
નવી દિલ્હીઃ રાજકોષીય મજબૂતીનો માર્ગ ચાલુ રાખતાં સરકાર વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદો ધરાવે છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતી વખતે આ વાત કરી હતી. નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય ખાધ 2023-24માં જીડીપીના 5.9 ટકા રહેવાનો અંદાજ […]