1. Home
  2. Tag "fines"

અમદાવાદમાં રૂ. 400 કરોડના રોડ ધોવાણ મામલે AMCના 23 અધિકારીઓ પાસેથી મોટો દંડ વસુલાશે

અમદાવાદઃ શહેરમાં કરોડાના ખર્ચે ડામરના રોડ બનાવવામાં આવે છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રકટરની સાંઠગાંઠને લીધે રોડ બનાવવામાં પુરતો ડામર કે કપચી વાપરવામાં આવતી નથી. અને મહિનાઓમાં રોડ પર ઊંડા ખાડાઓ પડી જાય છે. જીણી કપચી ડામરથી અલગ પડી જાય છે. વર્ષ 2017માં શહેરમાં રૂ.400 કરોડનાં રોડ તુટવાના કૌભાંડ મામલે કુલ 23 અધિકારીઓને દંડ […]

રાજકોટમાં પાણીનો બગાડ કરાશે તો મ્યુનિ.દ્વારા આકરો દંડ વસુલાશે, 123 અધિકારીને ફિલ્ડમાં ઉતાર્યા

રાજકોટઃ શહેરના લોકો પાણીનો બીન જરૂરી વેડફાટ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘણા રહીશો નળમાં આવતા પાણી દ્વારા શેરી અને ચોક તેમજ ફળિયામાં પાણીનો છંટકાવ કરે છે. ઘણા લોકો પોતાની પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નળ ચાલુ રાખીને પાણી ગટરમાં જવા દેતા હોય છે. આમ બીન જરૂરી પાણીનો વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવતા […]

ભોપાલમાં માસ્ક વિના ફરનાર વ્યક્તિ પાસેથી હવે રૂ. 500નો દંડ વસુલાશે

રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવાયું કલેકટર દ્વારા કેટલાક મહત્વના કરયાં સૂચનો ભોપાલઃ કોરોનાના નવા વેરિયન્ટને પગલે ભારત સહિત સમગ્ર દુનિયામાં ભય ફેલાયો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સતર્ક રહેવા તાકીદ કરી છે. દમિયાન ભોપાલમાં હવે માસ્ક વિના ફરનારા લોકોને રૂ. 100ની જગ્યાએ 500નો દંડ કરવામાં આવશે. કોરોનાના બંને ડોઝ નહીં લેનાર કર્મચારી મળશે […]

રાજકારણમાં ગુનાખોરી મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી રાજકીય પાર્ટીઓને ફટકાર્યો દંડ

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો છે. પોતાના ઉમેદવારો સામે નોંધાયેલા ગુના સાર્વજનીક નહીં કરવા મામલે સર્વોચ્ચ અદાલતે આ કાર્યવાહી કરી છે. રાજનીતિમાં ગુનાખોરીને ખતમ કરવા માટે સુપ્રીમ કોર્ટેને પોતાના આદેશમાં કેટલીક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતે અનેકવાર કાનૂન બદલવા વાળાઓને આગ્રહ કર્યો છે કે, ઉંઘમાંથી […]

અમદાવાદમાં ટ્રાફિકનો ભંગ કરનારા 530 વાહનચાલકોને ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી દંડ ભરવો પડ્યો

અમદાવાદ : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન જળવાય રહે તે માટે ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો સામે બેન્કના ટેબિટ કે કેડ્રિટ કાર્ડ દ્વારા દંડ વસુલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો દંડ ભરે તેના માટે થઈને ટ્રાફિક પોલીસ અનેક વખત નવતર પ્રયોગો કરી ચૂકી છે. જેમાં […]

અમદાવાદમાં હવે ક્રેડિટ, ડેબિટ કાર્ડથી પણ ટ્રાફિક ભંગનો દંડ વસૂલાશે

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનું નિયમન બરાબર જળવાય રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે, લોકો ટ્રાફિકના કાયદાનું પાલન કરતા થાય તે માટે ઈ-માધ્યમથી પણ દંડ વસુલવામાં આવશે. જેમાં આવતી કાલ તા. 30 જુલાઈ 2021થી અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને પણ વાહનચાલક પાસેથી સ્થળ પરથી દંડ વસૂલવાનું શરૂ કરશે. આ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 150 […]

રાજ્યના 12 જિલ્લામાં ખાણ માફિયા સામે કાર્યવાહી, 6.97 કરોડનો દંડ વસુલાયો

અમદાવાદઃ રાજ્યમાં ખનીજ ચોરીમાં બેરાકટાક વધારો થઈ રહ્યો છે. સરકારે ખનીજ માફિયા સામે લાલ આંખ કરીને કડક પગલાં લેવાનો આદેશ આપતા તંત્રએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે.ખનીજના બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહ કરનારાઓ સામે ખાણ ખનીજ ખાતાએ ઝૂંબેશ આદરી છે. ખનીજ માફિયાઓ સામેના રાજ્યવ્યાપી દરોડામાં 12 જિલ્લાના 154 જેટલા સ્ટોક ધારકો દંડાયા છે. તંત્રએ રૂ.6,97 કરોડનો […]

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગો પાસેથી દડં તો વસૂલે છે, પણ પર્યાવરણ માટે રકમનો ઉપયોગ થતો નથી

અમદાવાદઃ ગુજરાતમાં હવા, પાણી અને ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઇને પ્રદૂષણ ફેલાવતા ઉધોગો મામૂલી દડં ભરીને છૂટી જાય છે પરિણામે વાતાવરણની ઇકો સિસ્ટમને મોટું નુકશાન થાય છે. રાજ્યમાં હવા અને પાણી પ્રદૂષિત થઇ રહ્યાં છે, તેમજ ઓડેધડ વૃક્ષ છેદનને લીધે પર્યાવરણ પણ અસમતોલ […]

હમ નહીં સુધરેંગે, ચાર મહિનામાં અમદાવાદીઓએ કરફ્યુ અને ટ્રાફિક નિયમનો ભંગ કરી 1.30 કરોડનો દંડ ભર્યો

અમદાવાદ: શહેરીજનોએ છેલ્લા ચાર મહિનામાં ટ્રાફિક અને કરફ્યુ ભંગ બદલ રૂપિયા 1.30 કરોડથી વધુ દંડ ભર્યો છે. કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો માર જનતા પર પડી રહ્યો છે. તો બીજી બાજુ મોંઘવારીના માર વચ્ચે પણ લોકો સુધારવા માંગતા નથી. લોકો કરફ્યૂના નિયમોનું પાલન કરતા નથી સાથે ટ્રાફિક અને આરટીઓના નિયમોની ઐસી […]

સાબરમતી રિવરફ્રન્ટ પર ‘નો પાર્કિંગ ઝોન’ નથી, પોલીસ વાહન જપ્ત કે દંડ કરી શકે નહીઃ હાઇકોર્ટ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સાબરમતી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જોકે હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના રોડ ઉપર ટ્રાફિક વધી રહ્યો છે. રિવરફ્રન્ટની મુલાકાતે આવનારાઓ પણ વધી રહ્યાં છે. ત્યારે રિવરફ્રન્ટની મુલાકાતે આવેલા એક વ્યક્તિને ટ્રાફિક પોલીસનો કડવો અનુભવ થયો હતો. રિવરફ્રન્ટ પર નો પાર્કિંગનો કોઈ ઝોન ન હોવા છતાં આ વ્યક્તિનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code