1. Home
  2. Tag "FIR"

MS યુનિમાં VCના બંગલે દેખાવો અને તોડફોડ કરનારા વિદ્યાર્થીઓ સામે રાયોટિંગનો ગુનો નોંધાયો

વડોદરાઃ શહેરની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત કરવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને એડવાન્સ રૂપિયા ભરાવવામાં આવી રહ્યા છે. તેની સામે વિદ્યાર્થીઓ લડત આપી રહ્યા છે. દરમિયાન વિદ્યાર્થીઓ યુનિના કૂલપતિના નિવાસસ્થાને દેખાવો કરવા માટે ગયા હતાં. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓએ કમ્પાઉન્ડ વોલના દરવાજાના ફાઇબર કવર અને મિજાગરાને 2 હજારનું નુકસાન કર્યુ હતુ. આથી 200 વિદ્યાર્થી […]

ઉત્તરપ્રદેશમાં ભાજપને સમર્થન કરતી મુસ્લિમ મહિલા અને તેના પરિવારજનો ઉપર હુમલો

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને ભાજપના સમર્થન કરનાર મુસ્લિમ મહિલા કાર્યકર્તા અને તેમના પરિવાર સાથે મારા-મારીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર, સબા નાજ નામની મહિલાનો દીકરો અને દીકરી ઘરની બહાર બેસીને સાંજના સમયે લોકસભા ચૂંટણી મામલે વાત […]

ઘરે બેઠા-બેઠા થશે ચોરી સહિતના ગુનાની પોલીસ ફરિયાદ, જાણો કેવી રીતે

ડિજીટાઈશને પ્રોત્સાહન આપનારી ભારત સરકારે ડિજિટલ પોલીસની સુવિધા પણ આપી છે પરંતુ બહુ ઓછા લોકો તેનાથી માહિતગાર છે. તમારી વચ્ચે એવા ઘણા લોકો હશે જેમને ડિજિટલ પોલીસ વિશે કોઈ જાણકારી નહીં હોય, પરંતુ તમને નવાઈ લાગશે કે ડિજિટલ પોલીસ સાઇટની શરૂઆત વર્ષ 2017માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા ગૃહ મંત્રાલયના સહયોગથી કરાઈ હતી. આ […]

ચૂંટણી પહેલા પીએમ મોદીને જાનથી મારવાની ધમકી, વીડિયોમાં તલવાર લહેરાવતા શખ્સ સામે FIR

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપવાના મામલે કર્ણાટકના એક શખ્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. મોહમ્મદ રસૂલે આ ધમકી સોશયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરેલ વીડિયો દ્વારા આપી છે. આ વીડિયોમાં આ શખ્સ તલવાર લહેરાવીને કહી રહ્યો હતો કે જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં આવશે, તો તે પીએમ મોદીને મોતને ઘાટ ઉતારી દેશે. […]

કર્ણાટકમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત બાદ પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

બેંગ્લોરઃ કર્ણાટકમાં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત બાદ પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર મામલે વિવાદ વધુ વકર્યો છે. આ મામલે ભાજપાએ કોંગ્રેસ પાસે સ્પષ્ટીકરણની માંગણી કરી છે. તેમજ બેંગ્લુરુમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભા પરિસરમાં કથિત રીતે પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચારના આરોપમાં સૈયદ નસીર હુસૈન અને તેમના સમર્થકો સામે કર્ણાટક ભાજપા દ્વારા […]

ચકચારી સંદેશખાલી કેસની તપાસ એનઆઈએ કરશે, ટુંક સમયમાં આરોપીઓ સામે કરાશે એફઆઈઆર

કોલકોત્તાઃ સંદેશખાલી કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ તપાસ કરશે. તેમજ જ ટુંક સમયમાં જ પોલીસ ફરિયાદ દાકલ કરવામાં આવશે. હાલ તપાસનીશ એજન્સી શાહજહાં શેખની તપાસમાં જોતરાઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે, તેમને સંદેશખાલી જવાથી રોકવામાં આવશે પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ તેઓ ત્યાં જઈ રહ્યા છે. બીજી તરફ વૃંદા […]

જુનાગઢ જિલ્લા જેલમાં કર્મચારી ઉપર કેદીએ કર્યો હુમલો

કેદીએ કરેલા હુમલામાં જેલ કર્મચારી ઈજાગ્રસ્ત સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદઃ જુનાગઢમાં જેલમાં બંધ એક કેદીએ ફરજ પર તૈનાત જેલ કર્મચારી ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેલ કર્મચારીએ તેને પરત બેરેકમાં જવાનું કહેતા કેદીએ હુમલો કર્યાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો […]

જામનગરઃ બોરવેલમાં ગરકાવ બાળકીના મોત મામલે વાડી માલિક સામે ફરિયાદ

અમદાવાદઃ જામનગરના તમાચણ ગામમાં એક વાડીમાં કામ કરતા શ્રમજીવી પરિવારની 2 વર્ષની બાળકી રમતા-રમતા બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે બાળકીને બચાવી લેવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, બાળકીને બચાવવામાં સફળતા મળી ન હતી. સમગ્ર મામલે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બિનઉપયોગી બોરવેલ ખુલ્લો રાખવા મામલે […]

રાજ્યમાં બે વર્ષમાં લાંચિયા બાબુઓ સામે 314 ગુના નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બે વર્ષના સમયગાળામાં લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કુલ 314 જેટલા ગુના નોંધાયાં હતા. રાજ્યમાં ભ્રષ્ટાચારને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસીબી પણ લોકોને ભ્રષ્ટાચાર મામલે લોકોને જાગૃત કરવાની કામગીરી કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર એસીબીએ છેલ્લા બે વર્ષમાં લાંચના છટકા ગોઠવીને અનેક લાંચિયા અધિકારીઓ […]

ધો.10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ એપ્રિલમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બોર્ડ દ્વારા  દો.10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જો હવે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાશે તો સીધી FIR થશે. વિદ્યાર્થી મોબાઈલ સાથે મળે તો તરત જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code