મુસ્લિમ સમાજના 600 માછીમારોએ સામુહિક ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાથી પોરબંદરના ગોસાબારા મુસ્લિમ સમાજના 100 જેટલા માછીમારી પરિવારોના 600 વ્યક્તિઓએ ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ઘરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 100 જેટલા પરિવારે એકસાથે સામુહિક ઈચ્છામૃત્યુ માટેની અરજી કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા […]