1. Home
  2. Tag "five days"

ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક, મોહમ્મદ મોખ્બર વચગાળાના પ્રમુખ બન્યા

નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીએ, હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુ પર દેશમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમણે વચગાળાના પ્રમુખ તરીકે મોહમ્મદ મોખબરની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વિશ્વના અગ્રણી નેતાઓએ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. વડાપ્રધાન મોદીએ એક્સ હેન્ડલ […]

ગુજરાતમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશેઃ હવામાન વિભાગે કરી આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં સમયાંતરે છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ગુરૂવારે 53થી વધુ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. સતત વરસાદી વાતાવરણથી લોકો પણ હવે ઉઘાડ નિકળે તેની પ્રતિક્ષા કરી રહ્યા છે. ત્યારે ફરીવાર રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 5 […]

યુક્રેન-રશિયા વચ્ચેના તણાવની અસર સતત પાંચમાં દિવસે ભારતીય શેર બજાર ઉપર જોવા મળી

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી રહી છે. અઠવાડિયાના બીજા દિવસે પણ બજારમાં વેચવાલી ભારે રહી હતી. સેંસેક્સ 382.91 અંક એટલે કે 0.66 ટકા તુટીને 57300.68 અંક ઉપર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 114.45 અંક એટલે કે 0.67 ટકા તુટીને 17092.20 ઉપર બંધ રહ્યો […]

કોંગ્રેસે સરકારને આપી વણમાગી સલાહઃ કોરોનાની ચેઈન તોડવા પાંચ દિવસની જાહેર રજા જાહેર કરો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24, 485 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓનાં મોત થયાં છે. આવી વિકટ સ્થિતિમાં વિપક્ષ કોંગ્રેસે ભૂપેન્દ્ર પટેલની સરકારને વણમાગી સલાહ આપી છે. પ્રદેશ કોંગ્રસે પ્રમુખ જગદિશ ઠાકોરે સરકાર સામે આક્ષેપ કરતા […]

PM મોદીની મુલાકાતને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.28મીથી પાંચ દિવસ મુલાકાતીઓ માટે બંધ રહેશે

કેવડિયાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના સ્થળોનો પર્યટન સ્થળ તરીકે સારોએવો વિકાસ કરાયો છે. દેશ-વિદેશના અનેક લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. હવે નર્મદા ઘાટ પાસે ગંગામૈયાની જેમ નર્મદા મૈયાની આરતી પણ યોજાશે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય […]

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, 20 જિલ્લાને યલો અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવો ભરપૂર બન્યો છે. દરમિયાન પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો […]

ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય બની, હજુ પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  રાજ્યમાં આજે શનિવારે 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના ગોધરા, શેહરા, અને સંતરામપુરમાં ધોઢથી બે ઈંચ જેટલો વરસાદ […]

ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચામાસુ સત્ર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મળશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળે તેવા સંકેત મળી રહ્યા છે પાંચ દિવસનુ ચોમાસુ સત્ર તોફાની બની રહેશે. સરકારને ભીડવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તૈયારીઓ કરી રહ્યા છે. તાજેતરમાં  વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી સમગ્ર દિવસ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો સચિવાલયમાં ફરી પોતાના વિસ્તારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code