રાજ્યની પાંચ નગરપાલિકાઓને પાણી પુરવઠાના કામો માટે 40 કરોડ રૂપિયા મંજુર કરાયા
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 40.44 કરોડ રૂપિયા પાંચ નગરપાલિકાઓને પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓના કામો માટે મંજૂર કર્યા છે. ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકાને 7.58 કરોડ રૂપિયા, જામનગરની ધ્રોળ નગરપાલિકાને 8.37 કરોડ રૂપિયા, બોટાદને 11.58 કરોડ […]