1. Home
  2. Tag "Flyover Bridge"

રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક 100 કરોડના ખર્ચે ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે

રાજકોટઃ શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ નજીક રૂ.1,405 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું થોડા મહિના પહેલા જ વડાપ્રધાનના હસ્તો લોકાર્પણ કરાયું હતુ. શહેરથી એરપોર્ટ દૂર છે. અને ખાસ તો હાઈવેના ટ્રાફિકમાંથી એરપોર્ટ  પહોંચવું પ્રવાસીઓ માટે મુશ્કેલ બન્યુ છે. ત્યારે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ જવા માટે ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદભવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.100 […]

અમદાવાદમાં પાંજરોપાળ ચાર રસ્તા પર 74 કરોડના ખર્ચે ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે

અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધારો થયો છે. શહેરના તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પાંજરાપોળ ચાર રસ્તા પરના ટ્રાફિક સિગ્નલ પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 74 કરોડના ખર્ચે ફ્લાઈઓવર બ્રિજ બનાવાશે. આ ટુ લેન બ્રિજ આંબાવાડી-પોલીટેકનિકથી વસ્ત્રાપુર બાજુ બનાવાશે. એએમસી દ્વારા આ […]

ભાવનગરના ફ્લાઈઓવર બ્રિજનું કામ ફેબ્રુઆરીમાં પૂર્ણ કરવાની મુદત, પણ 50 ટકા કામ પુરૂ થયું નથી

ભાવનગરઃ શહેરમાં પ્રવેશવાના મુખ્ય રોડ પર વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. કોંગ્રેસ દ્વારા પણ ફ્લાઈઓવર બ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માટે ભૂતકાળમાં આંદોલનો પણ કરાયા હતા. ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી રોડ પર બન્ને સાઈડ ડાયવર્ઝન અપાયા છે. જે રસ્તો ખૂબ નાનો હોવાથી વારંવાર […]

ભાવનગરમાં વર્ષોથી ચાલતા ફ્લાઈઓવર બ્રિજનું કામ ક્યારે પુરૂ થશે?, તંત્રને ઢંઢોળવા કોંગ્રેસે કર્યો યજ્ઞ

ભાવનગરઃ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર ફ્લાઈ ઓવરબ્રિજનું કામ છેલ્લા બે વર્ષની ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. સમય મર્યાદામાં કામ પુરૂ ન થતાં બ્રિજના કોન્ટ્રાક્ટરને બેવાર મુદત પણ વધારી આપવામાં આવી હતી છતા પણ બ્રિજનું કામ ઘણુ બાકી છે. તે ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકે તેમ નથી. બીજી બાજુ નવા બની રહેલા […]

ગાંધીનગર-કોબા હાઈવે પરના રક્ષાશક્તિ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજનું CMએ કર્યું લોકાર્પણ

અમદાવાદઃ ગાંધીનગર કોબા હાઇવે પર આવેલા રક્ષા શક્તિ સર્કલ પર નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતુ.  આ બ્રિજ ખૂલ્લો મુકાતા નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. આ બ્રિજનું લોકાર્પણ શનિવારે કરવાનું આયોજન હતું. પરંતુ બીપરજોય વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મુખ્યમંત્રી ગયા હોવાથી શનિવારે બ્રિજના લોકાર્પણનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો.અને રવિવારે […]

અમદાવાદમાં ઊજાલા સર્કલથી વિશાલા સર્કલ સુધીનો સિક્સલેન એલિવેટેડ ફલાઈઓવર બ્રિજ બનાવાશે

અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. જેમાં અસજી હાઈવે પર ફ્લાયઓવર બ્રિજ ઠેર ઠેર બનાવીને ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હલ કરવામાં આવી છે. હવે સરખેજના ઉજાલા ચોકડીથી વિશાળા સર્કલ સુધી સિક્સલેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ બનતા  શહેરના સૌથી વધુ ગીચ ટ્રાફિક ધરાવતા વિશાલા હોટલથી સરખેજ વચ્ચે […]

અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પર રૂપિયા 81.50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવાશે

અમદાવાદ:  શહેરમાં વધતા જતાં વાહનોને કારણે તમામ રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. જે સ્થળોએ વારંવાર ટ્રાફિક જામ થાય છે. તેવા વિસ્તારોમાં ફ્લાયઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા પર રૂપિયા 81.50 કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજ બવાવવામાં આવશે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની […]

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રન-વે નદી પર બનાવાશેઃ વાહનો માટે ફલાઈઓવર બ્રીજ પણ તૈયાર કરાશે

રાજકોટઃ શહેર નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રાજકોટ અને ચોટીલા તાલુકાની બાઉન્ડ્રી પર આવેલા હિરાસર ગામ નજીક નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો રન-વે બનવાનો છે તે અહીંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ અંગેની ચર્ચા દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code