વન નેશન વન રાશન‘ થકી લોકો કોઈપણ અન્ય સ્થળેથી અનાજ મેળવી શકે છે: કુંવરજી બાવળીયા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સરકારી સંકલ્પની ચર્ચામાં સહભાગી થતા અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ‘વન નેશન વન રાશન‘ના અમલીકરણથી ગુજરાતનો જરૂરિયાતમંદ નાગરિક ભારતના કોઈપણ અન્ય સ્થળેથી અનાજ મેળવી શકે છે. દેશભરમાં ‘વન નેશન-વન રાશન‘નું અમલીકરણ કરનાર પ્રથમ ચાર રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. આજે અનેક રાજ્યોમાં તેનું અમલીકરણ થઈ ચૂક્યું છે. તેમણે […]