રથયાત્રાને દોઢ મહિનાથી થોડો વધુ સમય બાકી છે, ત્યારે અમદાવાદ પોલીસે શરૂ કર્યું ફુટ પેટ્રોલિંગ
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના શુભ દિને પરંપરાગતરીતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. વૈશાખ અડધો પૂર્ણ થવા આવ્યો છે. એટલે અષાઢી બીજના પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રા દરમિયાન પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગોતરૂ આયોજન કર્યું છે. શહેરની પોલીસે દોઢેક મહિના પહેલાથી કામગીરી જ શરૂ કરી દીધી છે. […]