1. Home
  2. Tag "forecast"

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દ્વારકા, જામનગરમાં રેડ એલર્ટ

અમદાવાદઃ  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં આગાની પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જામનગર અને દ્વારકાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં […]

હવામાન નિષ્ણાંતો વરસાદ અને વાવાઝોડાની આગાહી કેવી રીતે કરે છે જાણો…

નવી દિલ્હીઃ આજના સમયમાં વરસાદ ક્યારે પડશે, વધુ પવન કે વાવાઝોડું આવશે કે નહિ, વગેરે માહિતી આપણને હવામાન ખાતા દ્વારા તુરત મળી જાય છે. આધુનિક સેટેલાઈટ દ્વારા આ તમામ માહિતી મેળવવી સરળ બની ગઈ છે. Windy, accuwether, સહિતની વિવિધ વેબસાઈટ હવામાનમાં થતા નાનામાં નામા ફેરફાર પણ દર્શાવી શકે છે. જે વરસાદ, કલાઇમેટ ચેન્જ, તાપમાન, ઠંડી […]

ગુજરાતમાં 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે, હવામાન નિષ્ણાંતની આગાહી

અમદાવાદઃ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેથી ખેડૂત ભાઇઓએ ચિંતા કરવાન જરૂર નથી. ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. સાથે પવનની ગતિ પણ વધારે રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર આજે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગઇકાલે એટલે કે ગુરુવારે આગામી પાંચ દિવસના હવામાનને લઇને જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ હાલ તો પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવાયું હતું.. પરંતુ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી મુજબ આજે એટલે કે શુક્રવારે 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટા […]

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હીઃ આગામી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 09 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હીટવેવની સ્થિતિનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને પૂર્વ મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશના […]

ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે, હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યની જનતાને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડશે. દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,તાપી,નવસારી,વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. રાજ્યમાં વરસાદ પડવાની આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા […]

કેરળ: દક્ષિણ-પશ્ચિમ મોન્સુનના કારણે ભારે વરસાદની આગાહી

બેંગ્લોરઃ હાલ દેશમાં એક તરફ ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ કેરળમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. પંજાબ અને દિલ્લીમાં પણ ગઈકાલે થયેલા વરસાદથી થોડીક ઠંડક પ્રસરી છે. આજે પંજાબ, ચંદીગઢ અને હરિયાણામાં ભેજવાળું વાતાવરણ રહેશે. તો ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં […]

હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે, જો કે ઉ. ગુજરાતમાં રાહતના અણસાર નહીં

ગરમીને કારણે સૌ કોઇ પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત […]

ચાર જુન સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતભરી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટીને લઇ 4 જુન સુધીમાં વરસાદ થશે. તેમણે વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાબાલે કહ્યું કે માત્ર દક્ષિણ ગુજરાત […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી

અમદાવાદઃ અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 44 ડિગ્રીમાં અગનભઠ્ઠી બનશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code