1. Home
  2. Tag "forecast"

પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમીની આગાહી, રાજસ્થાનમાં પારો 45 ડિગ્રીને પાર થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પશ્ચિમોત્તર ભારતમાં ભીષણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. બિહાર, પંજાબ, હરિયાણામાં આકરી ગરમી પડી શકે છે તેમજ આજે રાજસ્થાનમાં તાપમાન 45 ડિગ્રીને આંબે તેવી પણ શકયતા છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં કેટલાક તમિલનાડું, કર્ણાટક સહિતના રાજ્યોમાં તેમજ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 22 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી […]

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની આગાહી

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં આવે છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 31ની આસપાસ આવશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થશે. કેરળમાં 31 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આજથી અને પૂર્વ ભારતમાં 18 મેથી હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી […]

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર, કચ્છમાં હીટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ત્યારે અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 ડિગ્રીથી […]

ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં કાલે 42 ડિગ્રી તાપમાન રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે અનુભવ ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. પોરબંદર, ભાવનગર, સુરત  સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના […]

પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, એક ચક્રવાતી પરિભ્રમણ ઇશાન બાંગ્લાદેશ ઉપર આવેલું છે અને એક ટ્રફ રેખામાં બિહારથી નાગાલેન્ડ સુધી નીચા ટ્રોપોસ્પેરિક સ્તરોમાં ચાલે છે. બીજું ચક્રવાત પરિભ્રમણ ઉત્તર-પૂર્વ આસામમાં નીચા ટ્રોપોસ્પેરિક સ્તરમાં આવેલું છે. બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારત સુધીના ઝડપી દક્ષિણ-પશ્ચિમ પવનો પ્રવર્તે છે. તેમના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, […]

ભારત સહિત દક્ષિણ એશિયામાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી

નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને ભારત માટે સારા સમાચાર છે. આ વર્ષે, ભારત સહિત દક્ષિણ એશિયામાં ચોમાસાની મોસમ એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે. સાઉથ એશિયન ક્લાઈમેટ આઉટલુક ફોરમ (SASCOF) એ 2024ની ચોમાસાની સિઝન માટે જાહેર કરેલી આગાહીમાં આ વાત કહી છે. SASCOF એ આગાહીમાં કહ્યું છે કે […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

ગુજરાતમાં સંભવિત હિટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં સંભવિત હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન […]

સાઈક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આકરા તાપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય  થઈ રહ્યું છે.જેના પગલે આજે કચ્છ સહિત ભાવનગર, ગીરસોમનાથ, વલસાડ , નવસારી , સુરત, ભરુચ , આણંદના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગે […]

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડ સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસમાં ધૂળનું તોફાન આવશે અને ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા, ભારે પવન અને કરા સાથે ભારે વરસાદ પડી શકે છે. વિભાગનું કહેવું છે કે, 13 એપ્રિલે એક તીવ્ર પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચશે. વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 15 એપ્રિલ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code