1. Home
  2. Tag "forecast"

બિહાર,યુપી,ઓડિશા સહિત આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી,IMDએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે ઘણી જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે હરોલી વિસ્તારના એક ગામના 10 ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બિહારના આઠ જિલ્લામાં વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 15 […]

ગુજરાતમાં સોમવારે 12 જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી, તંત્ર બન્યું એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ છે, અને સોમવારથી અષાઢ મહિનાનો પ્રારંભ સાથે જ ગુજરાતના 12 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાંથી બિપરજૉય વાવાઝોડું આફત વરસાવીને સમી ગયુ […]

રાજ્યના 115 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન 115 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તા. 9થી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની 26 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર […]

સૌરાષ્ટ્રમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે, છૂટાછવાયાં વિસ્તારોમાં ઝાપટાં પડશે

રાજકોટઃ ચોમાસાના વિધિવત આગમનને હજુ 20 દિવસનો સમય બાકી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેઘરાજાની વહેલા પઘરામણી થઈ ગઈ છે. રવિવારે અમદાવાદ, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ ચાર દિવસ છૂટા છવાયાં વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. આજે સોમવારે દરિયાકાઠાં […]

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં પલટાં સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર તેમજ  ઉત્તર ગુજરાતના પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ માવઠું પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં […]

ગુજરાતમાં આ સપ્તાહમાં ગરમી કહેર વર્તાવશે, તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાના બે મહિના વિતી ગયા, ફાગણ અને ચૈત્ર મહિનામાં એકંદરે માવઠાભર્યું વાતાવરણને કારણે અસહ્ય ગરમી વેઠવી પડી નથી પણ હવે ક્રમશઃ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી સપ્તાહમાં એટલે કે કાલે સોમવારથી શનિવાર સુધી તાપમાનમાં વધારો થશે. અને તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. અમદાવાદમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા કાલથી બે દિવસ […]

ગુજરાતમાં ફરી તાપમાનમાં થયો વધારો, બુધવારથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ત્યારબાદ ચૈત્ર મહિનાના પ્રારંભમાં પણ કેટલાક વિસ્તારોમાં  સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા બાદ તાપમાનમાં વધારો થયો છે. અને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 36 ડિગ્રીને વટાવી ગયું છે. ત્યાં ફરીવાર હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાંની આગાહી કરી છે. રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરથી […]

રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી, 4 અને 5મી એપ્રિલે કમોસમી વરસાદ વરસશે

અમદાવાદઃ રાજ્યામાં તાજેતરમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે, હવે ઉનાળો ચાલતો હોય તેવી અનુભવી થઈ રહી છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે. હજુ પણ 2થી4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. જો કે, હવામાન વિભાગે ફરી એકવાર […]

ગુજરાતમાં માવઠું વિદાય લેવાનું નામ લેતું નથી, ફરી તા.29મીથી કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે યાને ચૈત્ર મહિનામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદને લીઘે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું હતું. છેલ્લા બે દિવસથી વાદળો વિખેરાતા ગરમીમાં પણ વધારો થતા હવે માવઠું નહીં પડે તેમ માનીને ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે બીજીબાજુ 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code