ગુજરાતમાં લાયન પ્રોજેક્ટને અમલી બનાવવા કેન્દ્ર સરકારે બે કરોડની સહાય આપીઃ વનમંત્રી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાઈક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. પ્રોજેક્ટ લાયન દ્વારા જૈવિક સંરક્ષણ માટે પણ સઘન પ્રયાસો કરાશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2023ની સ્થિતિએ રૂ. 200 લાખની સહાય મળી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યમાં સિંહ સંરક્ષણ […]