વાવાઝોડામાં ગીરકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલા 18 સિંહને શોધવા વન વિભાગની કવાયત
અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી. વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના […]