સાઉદી આરબ: કાબાના ભૂતપૂર્વ ઈમામને 10 વર્ષની જેલની સજા
દિલ્હી: સાઉદી આરબની એક અદાલતે 22 ઓગષ્ટના રોજ મક્કા સ્થિત ખાના-એ-કાબાના પૂર્વ ઈમામ અને ધર્મ પ્રચારક શેખ સાલેહ અલ-તાલિબને 10 વર્ષની સજા સંભળાવી છે. ખાના-એ-કાબાને હરમશરીફ પણ કહેવામાં આવે છે અને તેને મુસલમાનોના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાં માનવામાં આવે છે. સાઉદી આરબ સરકારે ઓગષ્ટ 2018માં સાલેહ અલ-તાલિબની કોઈ પણ કારણ જણાવ્યા વગર ધરપકડ કરી હતી. […]