પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયાં
અમદાવાદઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતના અનેક નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પરેશ ધાનાણીની નાગપુર ખાતે તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ તેમના પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે, હાલ તબિયત સ્થિર છે. પરેશ ધાનાણીની તબિયત લથડી હોવાના સમાચાર […]