રાજકોટ અને સુરત ઝૂ વચ્ચે દીપડા, સફેદવાઘ, શિયાળ, જળબિલાડીનું આદાનપ્રદાન કરાશે
રાજકોટઃ શહેરમાં પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણીઉદ્યાન અને સુરતના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાનપ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી […]