રાજ્યના ચાર હજાર ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરાશેઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ. 62.82 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં જણાવ્યું હતુ કે ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રાજ્યના ચાર હજાર ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરવામાં આવશે.આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં પ્રાવધાન કરવામા આવ્યું […]