ગુજરાતમાં ભર શિયાળે ઠંડીમાં વધારા સાથે માવઠાની પણ હવામાન વિભાગે કરી આગાહી,
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર-પૂર્વિય ટાઢાબોળ પવનો ફૂંકાતા લોકો કડકડતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠંડી સાથે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ ભરશિયાળે સ્વેટર સાથે રેઈનકોટ પણ સાથે રાખવો પડે એવી સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં, કારણ કે રાજ્યમાં ઠંડી વધવાની સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે. રાજ્યના હવામાન […]