1. Home
  2. Tag "G20"

G20નું ભારતનું પ્રમુખ પદ સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી રહ્યું: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવી દિલ્હી જી-20 સમિટ માનવ-કેન્દ્રિત અને સર્વસમાવેશક વિકાસમાં નવો માર્ગ પ્રશસ્ત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું જી20નું પ્રમુખ પદ સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી રહ્યું છે, જ્યાં વૈશ્વિક દક્ષિણની વિકાસલક્ષી ચિંતાઓને સક્રિયપણે વ્યક્ત કરવામાં આવી છે. વંચિતોની સેવા કરવાના ગાંધીજીના મિશનનું અનુકરણ કરવાના મહત્ત્વ પર […]

G20: દિલ્હી મેટ્રો 8 થી 10 સપ્ટેમ્બર સુધી સવારે 4 વાગ્યે ચાલશે,DMRCએ જાહેરનામું બહાર પાડ્યું

દિલ્હી: રાજધાની દિલ્હીમાં G20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો 8 થી 10 સપ્ટેમ્બર સુધી તમામ લાઇન પર સવારે 4 વાગ્યાથી દોડવાનું શરૂ કરશે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ કહ્યું કે આ સિવાય સુપ્રીમ કોર્ટ, પટેલ ચોક અને આરકે આશ્રમ માર્ગ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ સુવિધાઓ 8 સપ્ટેમ્બરના રોજ […]

G20: ભારત મંડપમ ખાતેની ભવ્ય નટરાજની પ્રતિમા ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના જીવનલક્ષી પાસાઓને ઉજાગર કરે છે

નવી દિલ્હીમાં યોજાનાર G-20 શિખર સંમેલનને લઇને મહેમાનોનું આગમન શરૂ થઇ ગયુ છે. પ્રતિનિધિમંડળના પ્રમુખો દિલ્હી પહોંચી રહ્યા છે. નાઇઝિરીયાના રાષ્ટ્રપતિ પણ દિલ્હી પહોંચ્યા છે. તેઓ શિખર સંમેલનમાં આવનાર પ્રતિનિધિ મંડળના પહેલા પ્રમુખ છે. પદભાર ગ્રહણ કર્યા બાદ નાઇઝિરીયાના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત યાત્રા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી […]

G20 માટે IAFની તૈયારીઓ: કોઈપણ કાવતરાનો સામનો કરવા ODC બનાવવામાં આવ્યું, મિસાઈલ, રાફેલ અને સુખોઈ પણ તૈયાર

દિલ્હી: G-20 સમિટની હવાઈ સુરક્ષા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણ રીતે તૈયાર છે. કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને રોકવા માટે વાયુસેનાએ એવો અભેદ્ય કિલ્લો તૈયાર કર્યો છે, જેને ભેદવું કોઈપણ માટે અશક્ય છે. આકાશમાંથી કોઈપણ ષડયંત્રનો સામનો કરવા માટે, વાયુસેનાએ ઓપરેશન ડાયરેક્શન સેન્ટર (ODC) બનાવ્યું છે, જે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોઈન્ટ કંટ્રોલ એન્ડ એનાલિસિસ […]

G-20 માં જિનપિંગ અને પુતિનની ગેરહાજરી પર એસ જયશંકરે કહી આ મોટી વાત

દિલ્હી: ભારતની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભાગ નહીં લે. G-20 સમિટમાં આ બંને નેતાઓની બિન-ભાગીદારી પર ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે.જયશંકરે કહ્યું, મને લાગે છે કે G20માં અલગ-અલગ સમયે કેટલાક રાષ્ટ્રપતિ અથવા […]

જી20: મધર ઓફ ડેમોક્રેસી પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર

નવી દિલ્હીઃ G20 સમિટ સ્થળ પર ઋગ્વેદ અને અથર્વવેદના યુગ સાથે સંબંધિત ‘મધર ઓફ ડેમોક્રસી’ પ્રદર્શનની સ્થાપના કરવામાં આવી છે. G20 સમિટ સ્થળ પર ‘મધર ઓફ ડેમોક્રેસી’ શીર્ષક હેઠળનું પ્રદર્શન હિંદુ ધાર્મિક ગ્રંથો ‘ઋગ્વેદ’ અને ‘અથર્વવેદ’ના યુગથી શરૂ કરીને 26 પેનલ દ્વારા 20 દેશોની લોકશાહી પ્રણાલીની સમજ પ્રદાન કરશે. પ્રદર્શનનો હેતુ ઘણા દેશોની લોકશાહી પ્રણાલીને […]

G20 પહેલા દિલ્હીના રસ્તાઓ પર દોડશે 400 નવી ઇલેક્ટ્રિક બસો,કેજરીવાલ અને LG એ બતાવી લીલી ઝંડી  

દિલ્હી: G20 સમિટની બેઠક પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આજે ​​દિલ્હીમાં 400 નવી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી. દિલ્હીમાં હવે કુલ 800 ઇલેક્ટ્રિક બસો છે. આ સાથે, દિલ્હી ભારતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક બસો ધરાવતું શહેર બની ગયું છે. 400 ઈ-બસના સમાવેશ પર દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું, ‘દિલ્હીમાં યોજાનારી […]

G20ની તૈયારીઓ પૂરજોશમાં,દિલ્હી ટ્રાફિક પોલીસે જારી કરી એડવાઈઝરી

દિલ્હી: G20 સમિટને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે શનિવાર અને રવિવારે ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે. જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી વાહનવ્યવહાર પ્રભાવિત થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર કાફલાને દિલ્હી સ્થિત અલગ-અલગ હોટેલોથી કાફલાને રાજઘાટ, આઈટીપીઓ, રાજઘાટથી આઈટીપીઓ અને આઈટીપીઓથી હોટેલો […]

G20: અમેરિકા, બ્રિટન તથા અનેક દેશોની સિક્યોરીટી ટીમ ભારત પહોંચી

દિલ્હી: ભારત અત્યારે ડગલેને પગલે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં ભારત પોતાનું વર્ચસ્વ કાયમ કરી રહ્યું છે, તે પછી અવકાશ હોય કે સંરક્ષણ હોય, આવામાં વધુ જી-20 સમ્મેલન માટે પણ ભારત તૈયાર છે. હાલમાં મળી રહેલી જાણકારી મુજબ ભારતમાં અત્યારે વિવિધ દેશોની સિક્યોરીટી ટીમ પહોંચી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સુરક્ષાને […]

ગાંધીનગરમાં 27મી ઓગસ્ટે જી20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલની બીજી મીટિંગ યોજાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20ની અધ્યક્ષતા સંભાળી છે, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણાઓ દ્વારા દેશ હાલ સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ભારતની G20 અધ્યક્ષતાને નોંધપાત્ર સફળતા અપાવવામાં ગુજરાત પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. G20 હેઠળ વિવિધ મહત્વપૂર્ણ બેઠકોના સફળ આયોજનો પછી ગુજરાતનું ગાંધીનગર G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code