1. Home
  2. Tag "G20"

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક ઉજવણી સમગ્રતયા સ્વાસ્થ્ય માટેની સાર્વત્રિક ઇચ્છાનો પુરાવોઃ PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત જી20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાનએ ભારતમાં હેલ્થકેર ક્ષેત્ર સાથે સંકળાયેલા 2.1 મિલિયન ડૉક્ટર્સ, 35 લાખ નર્સો, 1.3 મિલિયન પેરામેડિક્સ, 1.6 મિલિયન ફાર્માસિસ્ટ્સ અને લાખો અન્ય લોકો વતી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપિતાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું હતું […]

ભારત ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની કડક નીતિ ધરાવે છે: પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે કોલકાતામાં આયોજિત જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પીએમએ નોબેલ પારિતોષિક વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનાં કોલકાતાનાં શહેરમાં ઉપસ્થિત મહાનુભવોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, રૂબરૂમાં યોજાઈ રહેલી આ સૌપ્રથમ જી-20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠક છે. ટાગોરનાં લખાણોનો ઉલ્લેખ […]

જયશંકરે ભારતના G20 અધ્યક્ષ પદ પર PCC બેઠકની અધ્યક્ષતા કરી,રાહુલ ગાંધી અને શશિ થરૂર આપી હાજરી

દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ભારતની G20 અધ્યક્ષતા પર વિદેશ બાબતોની સંસદીય સલાહકાર સમિતિ (PCC)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં ભારત-અમેરિકા સંબંધોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને શશિ થરૂર સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા. જયશંકરે ટ્વિટર પર મીટિંગમાં ભાગ લેનારા લોકોનો સમૂહ ફોટો પોસ્ટ કર્યો […]

પ્રોજેક્ટ ટાઈગરને પગલે વિશ્વના 70 ટકા વાધ માત્ર ભારતમાં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ચેન્નાઈમાં આયોજિત પર્યાવરણ અને આબોહવા સ્થિરતાની મંત્રી સ્તરની બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતે તાજેતરમાં જ ઈન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની શરૂઆત કરી છે. આપણી પૃથ્વીને બચાવવા માટે આ પ્રાણીઓનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. પ્રોજેક્ટ ટાઈગર પાસેથી મળેલી માહિતીના આધારે આ […]

પીએમ મોદીએ જી20 ઊર્જા મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગોવામાં જી20 ઊર્જા મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું. ભારતમાં મહાનુભાવોને આવકારતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ભવિષ્ય, સ્થિરતા, વૃદ્ધિ અને વિકાસ વિશે કોઈ પણ ચર્ચા ઊર્જાનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી છે, કારણ કે તેનાથી તમામ સ્તરે વ્યક્તિઓ અને રાષ્ટ્રોનાં વિકાસ પર અસર થાય છે. વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, […]

પીએમ મોદીએ જી20 શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જી20 શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું. ઇન્દોરમાં મહાનુભવોને આવકારતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક અને જીવંત શહેર તેની સમૃદ્ધ રાંધણ પરંપરાઓ પર ગર્વ અનુભવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ શહેરને તેના તમામ રંગો અને સ્વાદમાં માણવા મળશે. રોજગારી […]

ભારતની જી20ની અધ્યક્ષતા પર સંકલન સમિતિની બેઠક યોજાઈ

દિલ્હી :ભારતની જી20ની અધ્યક્ષતા પર સંકલન સમિતિની છઠ્ઠી બેઠક નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી કે મિશ્રાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 9 અને 10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં આયોજિત જી20ની બેઠકની તૈયારી સાથે સંબંધિત વિવિધ પાસાંની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત […]

આતંકીઓની નાણાકીય વ્યવહારોની નવી પદ્ધતિઓ સુરક્ષા વ્યવસ્થા-ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકટર માટે જોખમી

નવી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મેટાવર્સ અને એનએફટીના યુગમાં અપરાધ અને સાયબર સિક્યોરિટી પરના જી-20 કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદીઓ હિંસા ફેલાવવા, યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને નાણાકીય સંસાધનો એકત્ર કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. અમિત શાહે […]

G20: ધાન્યમાંથી તૈયાર કરાયેલુ વિશ્વનું પ્રથમ શરબત વિદેશી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

અમદાવાદઃ વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે અંકિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પ્રાંગણમાં યોજાયેલી G20 બિઝનેસ સમિટને અનુલક્ષીને ધ ફર્ન હોટલના પ્રાંગણમાં ભારતીય પરંપરાગત આહાર ‘શ્રી અન્ન’, વિવિધ પ્રકારના મરી-મસાલા સહિત ચા-કોફીના સ્ટોલ્સ ઉભા કરીને વિદેશી ડેલિગેટ્સ સમક્ષ પ્રસ્તુત કરી વિવિધ પ્રકારની ‘વાઇડ વેરાયટી’ ને વિશ્વના દેશો સુધી પહોંચાડવાનો એક આયોજનબદ્ધ પ્રયાસ ‘ઉદ્યોગ મંત્રાલય – ટીમ […]

G-20: એકતાનગરનો નજારો જોઈ અભિભૂત થયા ડેલીગેટ્સ, સાતપુડા-વિંદ્યાચલની ગિરિકંદરાઓનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું

અમદાવાદઃ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં ‘વસુધેવ કુટુંબકમ’ ની થીમ સાથે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવશ્રીઓની ઉપસ્થિતિ અને દેશ-વિદેશના ડેલીગેટ્સની હાજરીમાં G20ની 3જી મિટીંગ યોજાઈ રહી છે. એકતાનગરમાં વિવિધ પ્રદર્શની સહિત ટેન્ટ સીટી-1 ખાતે પ્રથમ દિવસે ‘ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ સેમિનાર યોજાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code