ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત માટે સરકારના 11 મંત્રીઓને જવાબદારી સોંપાઈ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કોરોનાને કારમે મુલત્વી રાખવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠોનો પ્રશ્ન બની ગઈ હોય ભાજપે ચૂંટણી જીતવા માટે ગુજરાત સરકારના મંત્રીઓની ફોજ ઉતારી દીધી છે. શહેરના 11 વોર્ડ દીઠ એક-એક મંત્રીની જવાબદારી નક્કી કરાઈ છે. […]