1. Home
  2. Tag "garbage"

અમદાવાદમાં કચરાના ન્યુસન્સ સ્પોટ પર 270 CCTV પૈકી માત્ર 50 જ કાર્યરત

અમદાવાદ: શહેરમાં જાહેરમાં વિવિધ સ્થળે ગંદકી કરવામાં આવે છે. જ્યાં લોકો કચરો નાખીને જતા રહે છે. જેને કારણે શહેરમાં જ્યાં ત્યાં ન્યુસન્સ સ્પોટ બની ગયા છે. જે બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સર્વે કરતા કુલ ૨૮૩ જેટલા ન્યુસન્સ સ્પોટ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. તેને દૂર કરવા બાબતે ૨૯.૨.૨૦૨૪ ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.૨.૩૮ કરોડના […]

અમદાવાદઃ પીરાણા ખાતે 103 લાખ મેટ્રીક ટન કચરો સાફ કરીને 35 એકર જમીન ખુલ્લી કરાઈ

અમદાવાદઃ વેસ્ટ ટુ એનર્જી ટેક્નોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારોના કચરાના નિકાલ કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વેસ્ટ ટુ એનર્જી પોલિસી અમલી બનાવી છે. રાજ્ય સરકારે અમલી બનાવેલી વેસ્ટ ટુ એનર્જી પોલિસી હેઠળ શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રકારની કામગીરી માટે જોગવાઈ કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ વિકસિત બનનારા […]

પ્લાસ્ટિક પ્રદૂષણ સામે કાશ્મીરના ગામમાં અનોખી પહેલ-‘કચરા’ના બદલામાં મળી રહ્યું છે સોનું

 ગામને પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત કરવાની અનોખી પહેલ ‘કચરા’ના બદલામાં મળી રહ્યું છે સોનું બે અઠવાડિયામાં ગામ પ્લાસ્ટિક મુક્ત બન્યું જમ્મુ: પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી વળવા વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે. દરમિયાન કાશ્મીરના એક ગામમાં પ્લાસ્ટિકને બદલે સોનાની અનોખી પહેલ કરવામાં આવી છે. કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સાદીવારા ગ્રામ પંચાયતના સરપંચ ફારૂક અહમદ ગનાઈ ગામને પ્લાસ્ટિક પ્રદૂષણ […]

સ્વચ્છતા અભિયાનઃ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાંથી અત્યાર સુધી 40 ટ્રક ભરીને કચરો-ભંગારનો નિકાલ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બન્નેએ સાથે મળીને વિદ્યાપીઠના […]

અમદાવાદમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે 2077 એકમોને AMCની નોટિસ

અમદાવાદઃ શહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરીને 2077 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય સરકારે પર્યાવરણને નુકશાન કરે એવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ નિયમોનો ભંગ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક એકમો અને વેપારીઓ દ્વારા સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરીને નિયમનો […]

સુરત મ્યુનિ.કોર્પોરેશન કચરામાંથી કંચન મેળવશે, કચરો પ્રતિટન રૂપિયા 600ની કિંમતે NTPCને વેચશે

સુરતઃ ગુજરાતના મહાનગરોમાં એકઠા થતાં કચરાના નિકાલની વિકટ સમસ્યા હોય છે. શહેરભરમાંથી એકત્ર થતા કચરાના ડુંગરો ખડકાતા જાય છે. તેના લીધે પર્યાવરણના પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરત મ્યુનિ.કોર્પોરેશને કચરામાંથી કંચન મેળવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હાલ સુરત શહેરમાં દૈનિક 2200 મેટ્રીક ટન જેટલો કચરો એકત્ર થાય છે, જે મ્યુનિની ટીમ ડોર ટુ […]

ભાવનગરના મહુવામાં જાહેર માર્ગો પર કચરાના ઠેર ઠેર ઢગલાં અને કાદવ-કીચડથી લોકો પરેશાન

ભાવનગરઃ જિલ્લાનું મહુવા શહેર તાલુકા મથક છે. શહેરના જાહેર રસ્તાઓ પર કાદવ કિચડ તથા કચરાના ઢગના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે, અને આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે નહી તે માટે કાદવ-કીચડ દુર કરવા અને સફાઇ ઝુંબેશ હાથ ધરવા તથા નિયમિત પણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉભી થવા […]

જૂનાગઢ મ્યુનિ.કોર્પો. શહેરના કચરામાંથી CNG બનાવી સીટી બસ ચલાવશે

જૂનાગઢઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે શહેરના ભીના કચરામાંથી સીએનજી ઉત્પન્ન કરવા સાથે તેનો સીટી બસમાં ઉપયોગ કરી કાર્બન ક્રેડિટનું સર્જન કરશે. અને તેના થકી વર્ષે 20 લાખ 25 હજારની કમાણી કરશે. આ સાથે તે કાર્બન ક્રેડિટની કમાણી કરનારી તે ગુજરાતની પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની ગઇ છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય […]

ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી, અરજદારોની વિગતો સાથેના આધાર ફોર્મનો ઢગલો કચરામાંથી મળ્યો

ભાવનગરઃ શહેરના વિદ્યાનગર ખાતે આવેલી ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જાહેરમાં કચરામાં અરજદારોની સંપૂર્ણ વિગત સાથેના આધાર નોંધણી અને સુધારા ફોર્મ રેઢિયાળ ની જેમ ફેંકી દેવામાં આવ્યા છે. જાહેરમાં પડેલા ફોર્મના ઢગલાં છતાં મામલતદાર કચેરીના અધિકારી કર્મચારીઓને તે દેખાતા નથી. અનેક વખત ડેટા ચોરવા અને ડેટાનો ગેર ઉપયોગ કરી ફ્રોડ કરવાના બનાવો બનતા હોય છે. […]

ગાંધીધામમાં કચરાના ઢગલાં અને રોડ સાઈડમાં ઊગી નિકળેલા ગાંડા બાવળ નડતરરૂપ બન્યા

ગાંધીધામ  : કચ્છના આર્થિક પાટનગર ગણાતાં ગાંધીધામમાં  સફાઇની અપૂરતી વ્યવસ્થાને કારણે શહેરની હાલત ખૂબ ખરાબ થઇ રહી છે. રોડ સાઇડની જમીનો, ખુલ્લા, ખાનગી-જાહેર પ્લોટોમાં ઊગી નીકળેલા ગાંડો બાવળ શહેરને બદસૂરત બનાવી રહ્યો છે.  નગરપાલિકા પાસે અલાયદો સેનિટેશન વિભાગ છે પરંતુ ઘનકચરા નિકાલની કામગીરી કોન્ટ્રેકટર ઉપર છોડી દેવાતાં જાણે હવે બીજું કંઇ કામ ન હોય તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code