કલોલમાં કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતાં ગુરૂકૂળની ત્રણ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ
ગાંધીનગરઃ કલોલમાં આવેલી એક ખાનગી કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં કંપનીની નજીકમાં આવેલા ગુરૂકુળની ત્રણ વિદ્યાર્થિનીઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કંપનીની બેદરકારી સામે ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો, ફાયરબ્રિગેડ તેમજ કલોલના ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કલોલ જીઆઇડીસીમાં […]