1. Home
  2. Tag "Ghela Somnath"

ઘેલા સોમનાથમાં શ્રાવણ મહિના દરમિયાન લોકમેળો યોજાશે, 142 સ્ટોલની 19મીએ હરાજી કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં લોકમેળાનું સૌથી વધુ મહાત્મ્ય છે. શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને જન્માષ્ટમીના પર્વમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. રાજકોટમાં તો 5 દિવસનો મેળો યોજવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળિંઓ ઉમટી પડતા હોય છે. અને એક મહિના સુધી લોકમેળો યોજવામાં આવે છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા […]

‘‘ઘેલા સોમનાથ’’ના શ્રાવણી મેળામાં ઉમટી રહયો છે માનવ મહેરામણ

હાલમાં યાત્રાધામ ઘેલા સોમનાથના શ્રાવણી મેળામાં ભારતભરમાંથી માનવ મહેરામણ ઉમટતો રહે છે. આ તીર્થસ્થાન અનેક નાગરિકોનું આસ્થાસ્થાન છે. શ્રાવણ મહિનામાં ભારતભરમાંથી અહીં યાત્રાળુઓ આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલનારા આ મેળામાં અનેક ધાર્મિક કાર્યક્રમો લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહયા છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ “ઘેલા […]

ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ચાર્જ નક્કી કરાયા બાદ ભારે વિરોધ થતાં નિર્ણય મુલત્વી રખાયો

રાજકોટઃ  જિલ્લાના જસદણ નજીક આવેલા  સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ છેલ્લા 8 દિવસથી વિવાદનું કેન્દ્ર બન્યું હતું. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે રૂ.351ની પહોંચ ફડાવવી પડશે. એવો હુકમ જાહેર કર્યો હતો. 8 દિવસ સુધી શિવભક્તોએ કરેલા વિરોધ બાદ અંતે મંદિરના ટ્રસ્ટે લોકોની આસ્થા […]

સુપ્રસિદ્ધ તિર્થધામ ઘેલા સોમનાથમાં હવે મહાદેવજીને જળાભિષેક માટે રૂપિયા 351 ચુકવવા પડશે

રાજકોટઃ જિલ્લાના જસદણ નજીક આવેલા  સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શને રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવતા હોય છે. ઘેલા સોમનાથનું મહાત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. એટલે બારેમાસ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ રહેતી હોય છે અને દાદાને ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના […]

ઘેલા સોમનાથ મંદિર શિવરાત્રિએ 24 કલાક ખુલ્લું રહેશે, જળ અને દુગ્ધાભિષેક સાથે ગુંજશે શિવનાદ

રાજકોટઃ મહા શિવરાત્રિના પર્વને હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે શિવ મંદિરોમાં મહા શિવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જસદણ નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્યતમ ઊજવણી કરવામાં આવશે. પ્રભાસપાટણ સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ બાદ જેમનું સ્થાન શિરમોર ગણાય છે તેવા ઘેલા સોમનાથ મંદિર ખાતે તા.1 માર્ચને મંગળવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code