1. Home
  2. Tag "GMC"

ગાંધીનગરમાં હવે મ્યુનિ.કોર્પોરેશનની પરવાનગી વિના હોર્ડિંગ-બેનરો લગાવી શકાશે નહીં

હોર્ડિંગ્સ-બેનરો લગાવતા પહેલા જ મ્યુનિ.ની મંજુરી લેવી ફરજિયાત, મ્યુનિ.ને નિયત કરેલી ફી પણ આપવી પડશે, સરકારી સંસ્થાઓ, બોર્ડ-નિગમોને નિયમો લાગુ નહીં પડે ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હોર્ડિંગ અને બેનરો માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં હોર્ડિંગ કે બેનરો લગાવતા પહેલા મ્યુનિ.કોર્પોરેશનની મંજુરી મેળવવી ફરજિયાત રહેશે. હોર્ડિંગના સાઈઝ મુજબ મ્યુનિને ફી આપવી પડશે, […]

ગાંધીનગર મ્યુનિ.એ લાલ આંખ કરતા વેપારીઓએ બાકી ભાડાના 36 લાખ ભરી દીધા

મ્યુનિ. કોર્પોરેશને ટોકનના દરે દુકાનો અને લારી-ગલ્લા માટે જગ્યા ભાજે આપી હતી, 639 વેપારીઓ પાસે 5.50 કરોડ ભાડાપેટે લેવાના બાકી નિકળે છે, મ્યુનિ દ્વારા સિલિંગ ઝૂંબેશ હાથ ધરાયા પહેલા 70 વેપારીઓએ 36 લાખ ભરી દીધા ગાંધીનગરઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની જગ્યામાં ટોકન દરથી લારી-ગલ્લા ઊભા રાખવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ મ્યુનિ.ની દુકાનો તેમજ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓમાં નિમણૂંકોને લીધે ભાજપના સભ્યોમાં વધ્યો અસંતોષ

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક બાદ વિવિધ કમિટીઓના ચેરમેનો અને સભ્યોની નિયુક્તિ કરી દેવાતા ભાજપના કોર્પોરેટરોમાં અસંતોષ જોગ્યા છે. વહાલા-દવલાંની નીતિ અખત્યાર કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે શનિવારે ભાજપના નારાજ કોર્પોરેટરોનું એક ગૃપ મ્યુનિ.કચેરીમાં એકત્ર થયું હતું અને નિમણૂંકો બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. આંતરિક ચર્ચા સાથે પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની રૂપિયા 49 કરોડની થઈ આવક,

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેને નાગરિકો દ્વારા સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.1લી એપ્રિલથી 25મી જુન સુધીમાં 94000થી વધુ કરદાતાઓએ 49.02 કરોડનો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ભર્યો છે, એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 30મી જુન છે. એટલે એડવાન્સ ટેક્સ 50 કરોડને વટાવી જવાની શક્યતા છે. […]

ગાંધીનગરમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનપદ મેળવવા માટે કોર્પોરેટરોનું લોબિંગ

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં તેના પરિણામો બાદ આચારસંહિતા પણ પૂર્ણ થઈ છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી સહિત વિવિધ કમિટીઓની મુદ્દત પૂર્ણ થતાં હવે મેયર સહિત નવા પદાધિકારીઓ નિમવા માટે કવાયત ચાલી રહી છે. ત્યારે મ્યુનિ.ના ભાજપના કાર્પોરેટરોએ મહત્વના પદ મેળવવા માટે લોબિંગ શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં  નવા મહિલા મેયર, […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ સમિતિઓના ચેરમેનપદ મેળવવા કોર્પોરેટરોનું લોબિંગ

ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. મ્યુનિ.ની વિવિધ સમિતિઓના ચેરમેનો સહિત પદાધિકારીઓની મુદત પૂર્ણ થઈ રહી છે. અને થોડા દિવસોમાં નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. ત્યારે ભાજપના 43 કોર્પોરેટરોમાં વિવિધ સમિતિઓમાં ચેરમેનપદ મેળવવા માટે ભારે લોબિંગ ચાલી રહ્યું છે. કોર્પોરેટરોએ પોતાના જુથના નેતાઓને રજુઆતનો દોર શરૂ કરી દીધો છે. ધારાસભ્યોથી લઈને પ્રદેશ સંગઠનમાં […]

ગાંધીનગર મ્યુનિ.ની એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં 31હજારથી વધુ કરદાતાએ મિલક્ત વેરો ભર્યો

ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટની યોજના અમલમાં મુકવામાં આવતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ, કોર્પોરેશનના મિલકતવેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2024-25ની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના તા. 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે મ્યુનિને 30 દિવસમાં મિલકતવેરાથી 12.40 કરોડની આવક થઇ છે. રહેણાંક તથા બિન-રહેણાંક કરદાતાઓ પૈકી જે કરદાતાઓ દ્વારા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન કોંગ્રેસમુક્ત બની, બે કોર્પોરેટરએ રાજીનામાં આપ્યા, હવે ભાજપમાં જોડાશે

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લીધે ભાજપ દ્વારા ભરતી મેળાઓ યોજીને કોંગ્રેસને કાર્યકરો અને નેતાઓને ભાજપમાં વાજતે-ગાજતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અને એ હદે પક્ષપલટો થઈ રહ્યો છે. કે, વિરોધ પક્ષનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જરૂરી છે. પરંતુ ભાજપ પાસે બહુમતી હોવા છતાંયે કોંગ્રસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં […]

ગાંધીનગરમાં GMCએ રોબોટનો ઉપયોગ તો કર્યો નહીં પણ હવે મરામત માટે 15 લાખ ખર્ચવા પડશે

ગાંધીનગરઃ શહેરમાં ભૂગર્ભ ગટરમાં મેઈનહોલની સફાઈ માટે સફાઇ કામદારોને  ઉતરવું ન પડે તે માટે સાબરમતી ગેસ કંપનીએ સીએસઆરના ભાગરૂપે ત્રણ વર્ષ પહેલા મ્યુનિ.કોર્પોરેશનને બેન્ડીકેટ રોબોટ ભેટમાં આપ્યો હતો. મ્યુનિ.ના સત્તાધિશોએ રોબોટને ઉપયોગમાં લીધો જ નહીં અને રોબોટ છેલ્લા એક- દોઢ વર્ષથી વપરાયા વિનાનો પડી રહ્યો છે,  હવે રોબોટના મેઇન્ટેનન્સ પાછળ 15.50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં […]

ગાંધીનગરના મ્યુનિ. કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 4 લાખનો વધારો, હવે 25 લાખ મળશે

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરોને પોતાના વિસ્તારના વિકાસના કામો માટે મ્યુનિ. દ્વારા ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. વર્ષ 2021માં ભાજપે મ્યુનિ.કોર્પોરેશનમાં સત્તાનું સુકાન સંભાળ્યા બાદ વર્તમાન વર્ષ 2022-23ના બજેટમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 4 લાખનો વધારો કરીને 16.5 લાખ રૂપિયા કરી હતી. તે પછીના વર્ષે એટલે કે વર્ષ 2023-24માં 4.5 લાખનો વધારો કરીને 21 લાખ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code