1. Home
  2. Tag "GMC"

ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજથી બે દિવસીય સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે તા.19/01/2024 શુક્રવારનાં રોજ વોર્ડ નં.-10, સંત રોહીદાસ મંદિર, સેક્ટર-6, ગાંધીનગર ખાતે તેમજ કાલે તા.20/01/2024 શનિવારનાં રોજ વોર્ડ નં-4, બોરીજ (વચ્ચે) પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં, આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, જાતિનું પ્રમાણપત્ર,  PMJAY (મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલય કાર્ડ),ડાયાબિટીસ – બી.પી.ની ચકાસણી, […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનનું બજેટ જાન્યુઆરીમાં રજુ કરાશે, કમિશનરે બોલાવી બેઠક

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ પડી જશે. એટલે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ 1લી ફેબ્રુઆરીથી મળી રહ્યું છે.એટલે વિધાનસભાના બજેટ પહેલા મ્યુનિ.કોર્પોરેશનના બજેટ મંજુર કરી દેવામાં આવશે. એટલે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બજેટ માટે સામાન્ય સભા આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. જીએમસીના કમિશનરે તાજેતરમાં અધિકારીઓની બેઠક બોલાવી હતી. […]

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક લાખથી વધુ ટેક્સના બાકીદારોને આખરી નોટિસ અપાશે

ગાંધીનગરઃ શહેરની વસતીમાં વધારો થતાં નવા હાઈરાઈઝ બિલ્ડિંગો બની રહ્યા છે. તેમજ આજુબાજુના વિસ્તારોને પણ શહેરી વિસ્તારમાં મર્જ કરવામાં આવ્યા છે. શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સાથે જ મ્યુનિ,કોર્પોરેશનની આવક વધારવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોના વર્ષોથી ટેક્સ બાકી […]

ગાંધીનગરમાં ખાલી પ્લોટ્સ પરના દબાણો અટકાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં પાટનગર યોજના વિભાગ તેમજ મ્યુનિની જમીનો, ખાલી પ્લોટ્સ પર થયેલા દબાણો હટાવાયા બાદ થોડા દિવસોમાં ફરી તે જગ્યાઓ પર દબાણો થઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કરોડોની કિંમતના ખાલી પ્લોટ્સ પર કમ્પાઉન્ડ વોલ બનાવવાની જીએમસી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. જેને મંજુરી મળ્યા બાદ ટેન્ડરની […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને 79 ઢોરવાડાના દબાણો હટાવી 1.04 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરાવી

ગાંધીનગર:  પાટનગર ગણાતા ગાંધીનગરમાં ખૂલ્લી જગ્યાઓ પર પશુપાલકોએ દબાણો કરીને ઢોરવાડા બનાવી દીધા હતા. ઘણા ઢોરવાડા પર કાચા મકાનો પણ બાંધી દેવામાં આવ્યા હતા. આખરે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ સરકારી જગ્યામાં ઊભા થઈ ગયેલા ગેરકાયદેસર ઢોરવાડા હટાવવાની  છેલ્લા 13 દિવસથી ઝુંબેશ આદરવામાં આવી હતી. જેમાં 79 ઢોરવાડા હટાવીને […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને પાટનગરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો વહિવટ સોંપશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરની તમામ પ્રાથમિક શાળાઓ હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. આથી હવે તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો વહિવટ મ્યુનિ.કોર્પોરેશનને સોંપાશે. અ અંગે મ્યુનિ.કોર્પોરેશને તમામ પ્રાથમિક શાળાઓનો વહિવટ લેવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી દીધી છે. અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. શાળાઓના મકાનો, પ્રોપર્ટી, અને શિક્ષકો સહિતનો સ્ટાફ […]

ગાંધીનગર મ્યુનિ દ્વારા બાંધકામ સાઈટ્સ પર ચેકિંગ, મચ્છરોના પોરા મળી આવતા 3 એકમોને દંડ કરાયો

ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા મહિનાઓથી વાદળછાંયા અને ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. જેથી મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોનો નાશ કરવા માટે ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ  શહેરની બાંધકામ સાઈટો પર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે રાયસણ ખાતે આવેલા સિલિકોન નેસ્ટ બાંધકામ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ચાર સ્થળોએ AC યોગા સ્ટુડિયોનું નિર્માણ કરાશે

ગાંધીનગરઃ યોગાને વધુ મહત્વ આપવાના હેતુથી ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના ચાર મહત્ત્વના વિસ્તારોમાં યોગ સ્ટુડિયો ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સેક્ટર-1ના ગાર્ડન પાસે, સેક્ટર-5, કુડાસણ ખાતે લાઇબ્રેરી પાસે, તેમજ પેથાપુર વિસ્તારમાં યોગ સ્ટુડિયો વિકસાવવામાં આવશે. જીવન જીવવાની કળા અને વિજ્ઞાનના સંગમનું ઉત્તમ ઉદાહરણ એટલે યોગ જે ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ પૈકી […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભાટ, પેથાપુર અને ઝૂંડાલમાં અદ્યતન ફાયર સ્ટેશન બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. જેથી શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ મ્યુનિ,કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવ્યા છે. ત્યારે વસ્તી વ્યાપ તેમજ વિસ્તાર વધતાં આગના બનાવો વખતે ઝડપી પહોંચી વળવા માટે ગાંધીનગરના ભાટ, પેથાપુર અને ઝૂંડાલમાં આશરે છથી સાત હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ સાથેના […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં 10 વર્ષ પહેલા સમાવાયેલા સાત જેટલા ગામો વિકાસથી વંચિત

ગાંધીનગરઃ પાટનગર એવા ગાંધીનગર શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં 10 વર્ષ પહેલા સાત જેટલા ગામોને મર્જ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મ્યુનિ. સત્તાધિશોની નિષ્ક્રિયતાને લીધે સાતેય ગામો વિકાસથી વંચિત હતા.  મ્યુનિ.કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ કરાયો હોવા છતાં સાતેય ગામડાંમાં શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નહતી. મ્યુનિ.માં વર્ષોથી ભાજપનું શાસન છે, અને ભાજપના જ શહેર પ્રમુખે જ ગાંધીનગરમાં સમાવિષ્ટ સાતેય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code