રાજકોટમાં સરકારી મિલ્કતોનો 75.86 કરોડનો વેરો બાકી છે, છતાં મ્યુનિ.કોર્પોરેશન કોઈ પગલાં લેતી નથી
રાજકોટઃ કોરોનાના સંક્રમણને કારણે શહેરની મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. સાથે ખર્ચમાં વધારો થતાં મ્યુનિ.ની આર્થિક હાલત કથળી છે. તેથી બાકી વેરા ઉધરાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના અનેક બિલ્ડિંગોનો વેરો બાકી બોલે છે. જેમાં રેલવેની મિલ્કતોનો 15.5 કરોડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 8 કરોડથી વધુ વેરો બાકી બોલે છે. રાજકોટ […]