1. Home
  2. Tag "Government Schools"

સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મેળવવી અઘરી બની

પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરી, અટપટી અને અઘરી પ્રોસેસથી વાલીઓ પણ કંટાળ્યા, વિદ્યાર્થીઓનું બેન્કમાં ખાતુ, આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિગતો આપવી પડે છે ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર […]

ખાનગી શાળાઓને સ્કુલ ઓફ એક્સેલન્સ જાહેર કરી શિષ્યવૃતિના નિર્ણયથી સરકારી સ્કૂલોને અસર પડશે

અમદાવાદઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની રીતિનીતિને કારણે ખાનગી શાળાઓને લાભ થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગે કેટલીક ખાનગી શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ જાહેર કરી છે, આવી ખાનગી શાળાઓને સરકારના ખર્ચે વિદ્યાર્થીઓ પૂરા પાડવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગે ધો. 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ આધારે વિદ્યાર્થીઓ જો ખાનગી શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ મુજબ પ્રવેશ […]

સરકારી શાળાઓના બાળકોને વડનગર સહિત ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવાશેઃ શિક્ષણ મંત્રી

ગાંધીનગરઃ શાળા દરમિયાન યોજાતા પ્રવાસો બાળકોને મોટા થાય ત્યાં સુધી યાદ રહેતા હોય છે. બાળકોના વિકાસ માટે પણ શાળા પ્રવાસો જરૂરી છે. બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ જ્ઞાન આપવું જરૂરી છે, અને એટલા માટે જ રાજ્ય સરકારે સરકારી શાળાઓના બાળકોને માટે સરકારી ખર્ચે શાળા પ્રવાસો યોજવાનું નક્કી કર્યુ છે. શાળાના બાળકોને […]

સરકારી શાળાઓના બિલ્ડીંગોમાં ચાલતા ટ્યુશન ક્લાસિસને બંધ કરાવવા કોચિંગ એસો.ની માગ

રાજકોટઃ રાજ્યમાં સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકે નહીં. છતાં અમદાવાદ,સુરત, અને રાજકોટ સહિત શહેરોમાં સરકારી શાળાઓના શિક્ષકો ખાનગી ટ્યુશન કરીને ધીકતી કમાણી કરી રહ્યા છે. ત્યારે  ખાનગી કોચિંગ એસોસિએશને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, સરકારી સ્કૂલના શિક્ષકોની કોચિંગ પ્રવૃત્તિ અટકાવો. સરકારી ઇમારતોમાં કોચિંગ પ્રવૃત્તિ પ્રતિબંધિત […]

સરકારી શાળાઓમાં પીવાના પાણી સહિત ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ચર્ચા તો ઘણા સમયથી લોકોમાં ચાલી રહી છે. રાજ્યમાં ઘણા ગામડાંઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતા ઓરડા નથી તેથી બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. ઘણી શાળાઓમાં પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી. શાળાઓમાં પુરતા શિક્ષકો પણ નથી. ત્યારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ […]

ગુજરાતમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે નિશુલ્ક એક્સેસ અપાશે

અમદાવાદઃ  ભારતની અગ્રણી એડટેક સોશલ એન્ટરપ્રાઇઝ કનેક્ટએડ ટેક્નોલોજીસે ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસક્રમ સાથે સંલગ્ન શૈક્ષણિક સામગ્રીનો નિઃશુલ્ક ઓનલાઇન ઍક્સેસ આપવા માટે આજે હાઇ પ્રેશર ગૅસ સિલિન્ડરોના દેશના સૌથી મોટા ઉત્પાદક એવરેસ્ટ કાંટો સિલિન્ડર્સ (EKC) સાથે મળીને સંયુક્ત રીતે એક પહેલની જાહેરાત કરી હતી. કનેક્ટએડ ટેક્નોલોજીસ દ્વારા ઘડાયેલા અને ચલાવવામાં આવનારા આ કાર્યક્રમનું લક્ષ્ય સરકારી શાળામાં […]

રાજ્યમાં 2 હજારથી વધુ આચાર્યની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા શાળા સંચાલક મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બોરોજગારોનું પ્રમાણ વધતું જાય છે. બીજીબાજુ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જ્યાઓ ખાલી છે.અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. સ્કૂલમાં અનેક સ્ટાફની અછત છે જેમાં 2000 જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. આચાર્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં નવુ સત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code