1. Home
  2. Tag "governor"

કામધેનુ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાયો, 826 વિદ્યાર્થીઓને ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કરાઈ

ગાંધીનગરઃ કામધેનુ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ૮૨૬ જેટલા વિદ્યાર્થીઓને પશુપાલન અને પશુ ચિકિત્સા, ડેરી ટેકનોલોજી તથા મત્સ્યપાલન ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો માટે ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા હતા. ડિગ્રી લઈને કાર્યક્ષેત્રમાં પદાર્પણ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તેમણે દેશી ગાયની નસલ સુધારવા, દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા અને દૂધ તથા કૃષિમાં પોષક તત્વો વધારવા […]

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક જીવન વિષય પર ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ

સુરતઃ શહેરના સરસાણા ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘પ્રાકૃતિક જીવન..શ્રેષ્ઠ જીવન’ થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે. તેમણે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ […]

કેન્સરની સારવારની સાથોસાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવાની વિશેષ જરૂર : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાત કેન્સર સોસાયટી દર્દીઓની શ્રેષ્ઠ સારવાર, કેન્સર વિષયમાં શ્રેષ્ઠ શિક્ષણ અને કેન્સર ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન કરી રહી છે. સાથોસાથ સમાજે પણ કેન્સર ન થાય તે માટે વિશેષ સજાગતા કેળવવાની જરૂર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેતાં કહ્યું હતું કે, આપણા ખાનપાન અને આપણી જીવનશૈલીને […]

ગુજરાતના રાજ્યપાલની શ્રીલંકાના ઉચ્ચાયુક્ત ક્ષેણુકા સેનેવિરત્ને લીધી શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ શ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્ને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાતે પધાર્યા હતા. ભારતમાં ઉચ્ચાયુક્તનો પદભાર સંભાળ્યા પછીથી તેમની કોઈ રાજ્યની આ પહેલી મુલાકાત હતી. વાઇબ્રન્ટ ગુજરાત માટે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. દરમિયાન રાજ્યપાલ દેવવ્રતજીએ શ્રીલંકાના કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિ મંડળને ભારતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિસ્તૃત તાલીમ લેવા અનુરોધ કર્યો હતો. જ્યારે શ્રીલંકાના ઉચ્ચાયુક્તે સૌથી […]

MP: શિવરાજ સિંહે રાજ્યપાલને આપ્યું રાજીનામું, 14મી ડિસેમ્બરે નવી સરકાર શપથ ગ્રહણ કરશે

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની ભાજપા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યપાલને મળ્યાં હતા. તેમજ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. દરમિયાન મોહન યાદવે સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો હતો. જેથી આગામી 14મી ડિસેમ્બરના રોજ નવી સરકારનો શપથવિધી સમારોહ […]

ભૂપેશ બઘેલે રાજ્યપાલને આપ્યું રાજીનામું,હાર પર આપ્યું પહેલું નિવેદન

દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ તમામ પરિણામોથી ભાજપ ખુશ છે જ્યારે કોંગ્રેસને આંચકો લાગ્યો છે. કોંગ્રેસને સૌથી મોટો ઝટકો છત્તીસગઢ ચૂંટણીમાં લાગ્યો છે. તમામ એક્ઝિટ પોલ્સ રાજ્યમાં કોંગ્રેસની આસાન જીત દર્શાવે છે. જો કે તેમ છતાં કોંગ્રેસને અહીં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે રાજ્યમાં કોંગ્રેસનું […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે રાજભવનમાં જાસુસીનો કર્યો આક્ષેપ

કોલકતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનમાં જાસુસીનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, તેમણે કોલકાતા સ્થિત ગવર્નર હાઉસમાં જાસુસી મામલે વિશ્વસનીય જાણકારી છે. તેમણે કહ્યું કે, આ અંગે સંબંધિત અધિકારીઓએ નોંધ લીધી છે. જો કે, જાસુસી કોણ કરી રહ્યું છે તે અંગે રાજ્યપાલજીએ કોઈ ખુલાસો કર્યો નથી. સુત્રોના જણાવ્યા […]

ભારતીય નૌસેનાના વડા એડમિરલ આર હરિકુમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની લીધી શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ ભારતીય નૌસેનાના વડા – ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ આર. હરિ કુમાર પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, એડીસીએ બુધવારે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યપાલને નૌકાદળમાં સમાવિષ્ટ કરાઈ રહેલા મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ, કે જેને ‘સુરત’ નામ આપવામાં આવ્યું છે; તેના વિશે જાણકારી આપી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સૌપ્રથમ વખત નૌસેનાના યુદ્ધ […]

ગુજરાત પ્રાકૃતિક ખેતીનું ‘મોડેલ’ બને એવા પ્રયત્નો કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને પ્રાકૃતિક ખેતીના પરિણામોની સમીક્ષા કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુરૂવારે રાજભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને આંધ્રપ્રદેશના કૃષિ વિભાગના કિસાન સશક્તિકરણ સંગઠનના એક્ઝિક્યુટિવ ઉપાધ્યક્ષ ટી. વિજયકુમારની ઉપસ્થિતિમાં વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભૂમિ, […]

રાજભવન ખાતે મુંદ્રાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્યપાલની શાબાશી સહ માર્ગદર્શન

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો પ્રાકૃત ખેતી અપનાવતા થાય અને લોકોને કેમીકલ ખાતર મુક્ત ખોરાક મળી રહે તેવા ઉમદા ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશને બીડું ઝડપ્યું છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવવા ગુરૂવારે ગુજરાતના રાજયપાલની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે ચર્ચા કરી ખેત ઉત્પાદનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code