ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી, અધ્યાપકો પર વધતું કામનું ભારણ
અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકો સહિત બિનશૈક્ષણિક સ્ટાફની અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે અધ્યાપકો અને કોલેજ કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોને કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ક્લાસ-1 અને ક્લાસ-2માં બઢતીનો લાભ અપાયો નથી. ઉપરાંત કોલેજોના અધ્યાપકોની બદલી, અધ્યાપકોની વિવિધ કોલેજોમાં આપેલી એડહોક સેવાને સળંગ ગણવી સહિતના પડતર પ્રશ્નોનો […]