મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 394 મીટર લાંબા બોગદાંનું કાર્ય પૂર્ણ
અમદાવાદઃ મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે 394 મીટરની અધિક સંચાલિત વચગાળાના બોગદાં (એડીઆઇટી)નું ખોદકામ કરવામાં આવ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ ઝડપથી શરૂ થશે. 26 મીટર ઊંડી ઢાળ ધરાવતી ADIT નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પધ્ધતિ (એનએટીએમ) મારફતે 3.3 કિલોમીટર બોગદાંના નિર્માણની સુવિધા આપશે, જેથી દરેક બાજુએથી […]