1. Home
  2. Tag "Govt"

GCAS પોર્ટલ અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કૉલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કૉલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS – ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. આ નિર્ણયો […]

સોનિયા ગાંધીની એક સલાહને પગલે ઈન્ડી ગઠબંધનના નેતાઓએ સરકાર બનાવવા વિચાર પડતો મુક્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ એનડીએ તેમજ ઈન્ડિ એલાયન્સના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈન્ડિ એલાયન્સના નેતાઓ માત્ર તેમની લીડની જ ઉજવણી કરવાની સાથે સરકાર બનાવવાનો દાવો પણ કરી રહ્યા હતા. તેમજ તેઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની તરફેણમાં લાવીને સમગ્ર રમતને બદલવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં ઈન્ડિ […]

સરકાર બનાવવા તડજોડની રાજનીતિ શરૂ, I.N.D.I.Aએ નીતિશકુમારને નાયબ વડાપ્રધાન પદ ઓફર કર્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે ધીમે-ધીમે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. કેન્દ્રમાં ફરી એકવાર એનડીએની સરકાર બની રહી છે. જો કે, ઈન્ડી ગઠબંધનની બેઠકો પણ 240 જેટલી છે. જેથી કેન્દ્રમાં સરકાર બનાવવા માટે તડજોડની રણનીતિ શરૂ કરાઈ છે. ઈન્ડી ગઠબંધને નીતિશકુમારને નાયબ વડાપ્રધાન પદની ઓફર કરી છે. બીજી તરફ કોંગ્રેસે નીતિશકુમારની સાથે ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક […]

વીજળીની ઊંચી માગ છતાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની પર્યાપ્ત ઉપલબ્ધતા: સરકાર

નવી દિલ્હીઃ વીજળીની અત્યંત ઊંચી માગ છતાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક 45 મેટ્રિક ટનથી વધુનો રહ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 30 ટકા વધારે છે. સ્ટોક 19 દિવસની આવશ્યકતાને પહોંચી વળવા માટે પૂરતો છે. મે, 2024ના મહિના દરમિયાન, થર્મલ પાવર પ્લાન્ટના અંતમાં સરેરાશ દૈનિક ઘટાડો માત્ર 10,000 ટન રહ્યો છે. કોલસાના પુરવઠા માટે સરળ અને પર્યાપ્ત […]

આ સરકારી મોબાઈલ એપ ખૂબ જ ઉપયોગી, ખાધ પદાર્થોમાં ભેળસેળની ફરિયાદ કરી શકાશે

દેશમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ઝડપથી વધી રહી છે. મસાલાથી લઈને મધ વગેરે દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે. શાકભાજીને હાનિકારક રંગોમાં કલર કરીને વેચવામાં આવે છે. તાજેતરમાં જ વિદેશમાં બે મોટી મસાલા બ્રાન્ડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને મસાલા પરત કરવામાં આવ્યા હતા. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે, પરંતુ […]

ઓટોમોબાઈલ કંપનીઓને સરકાર તરફથી ત્રિમાસિક PLI પ્રોત્સાહન મળશે

નવી દિલ્હીઃ ભારત સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ ત્રિમાસિક પ્રોત્સાહન ચૂકવણી અને વધુ ઓટોમોટિવ ઘટકોના સમાવેશ માટે દેશમાં ઓટોમોબાઈલ ઉત્પાદકોની વિનંતીઓની તપાસ કરવા માટે એક પેનલની રચના કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે, પ્રોત્સાહનો (ઓટો PLI હેઠળ) વાર્ષિક ધોરણે આપવામાં આવશે. પરંતુ મંત્રાલયમાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે OEM […]

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સ્થાનિક ફિનટેક કંપનીઓને ટેકો આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી

નવી દિલ્હીઃ દેશમાં UPI ટ્રાન્ઝેક્શન પર ફોન પે અને ગુગલ પે જેવી એપ્સનું વર્ચસ્વ છે. આ કંપનીઓ દેશના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં લગભગ 83 ટકા હિસ્સો ધરાવે છે. આ બંને ફિનટેક કંપનીઓના માલિકી હકો વિદેશી હાથમાં છે. હવે આ બંને કંપનીઓ માટે પડકાર ઉભો થઈ શકે છે. સંસદીય સમિતિએ સરકારને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સ્થાનિક ફિનટેક કંપનીઓને […]

ગુજરાતઃ ખરીદદારો, વેચાણકારોને ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ONDP અને સરકાર વચ્ચે MoU

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’  અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો, વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ઓ.એન.ડી.પી, (ONDP) વતી ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોષી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ […]

આ રાજ્યમાં ટામેટા થશે સસ્તા:સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની સરકારની ચેતવણી

ચેન્નાઈ : તમિલનાડુમાં મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી  પેરિયાકરુપ્પને કહ્યું કે ભાવ તપાસવા માટે ટામેટાં 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ટામેટાંના ભાવ રૂ.100 સુધી પહોંચી ગયા છે. ઘણી જગ્યાએ તે 100 રૂપિયાથી વધુમાં મળી રહ્યા […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના 100 દિવસની ઉજવણી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પ્રથમ 100 દિવસ પૂર્ણ થવા અવસરે સાથ–સહકાર અને સેવાના 100 દિવસ ઉજવણી પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નાનામાં નાના માનવીને પણ ‘‘આ ગુજરાત મેં બનાવ્યું છે’’ની અનૂભુતિ સાથે વિકાસની મુખ્ય ધારામાં લાવ્યા છીએ. વિકાસનો સંવાહક–સાથીદાર અને સહભાગી બનાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ અને દિશાદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code