1. Home
  2. Tag "Govt"

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલમાં વેરા મારફતે સરકારને બે વર્ષમાં 18 હજાર કરોડથી વધુની આવક

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે સામાન્ય પરિવારની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દરમિયાન બે વર્ષમાં સરકારને પેટ્રોલ-ડિઝલ ઉપર વેરા મારફતે રૂ. 18 હજાર કરોડ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સીએનજી અને પીએનજી મારફતે 500 કરોડથી વધુની આવક થઈ છે. વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં પેટ્રોલમાં […]

એક વર્ષમાં 63 મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મુકાયા: સરકાર

નવી દિલ્હી: રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં કુલ 63 મુસાફરોને આટલા સમયગાળા માટે ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવ્યા છે. આ નિર્ણય એરલાઈનની આંતરિક સમિતિની ભલામણના આધારે લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન આવશ્યકતાએ કલમ 3 વાયુ પરિવહન, નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ વિભાગ 3- એર ટ્રાન્સપોર્ટ, […]

સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, સરકારને આકરી ટકોર કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે, હાઈકોર્ટે આ મુદ્દો સુઓમોટો દાખલ કરીને તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ નોંધ્યું હતું કે, આટલુ ખરાબ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય, સરકારે આ અંગે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે આ સુઓમોટોની વધુ સુનાવણી 13 જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી […]

કચ્છમાં સંભવિત વાવાઝોડ સામેના સાયક્લોન રિસ્પોન્સ પ્રોજેક્ટને સાકાર કરવામાં તંત્ર નિષ્ક્રિય

ભુજઃ ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કચ્છ ગણાય છે. 350 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા કચ્છમાં 1998 અને 1999ની સાલમાં વિનાશકારી વાવાઝોડાંની થપાટ ખાધી હતી. તત્કાલિન સમયે  કુદરતી આપત્તિમાંથી બોધપાઠ લઈને કચ્છમાં સાયકલોન રિસ્પોન્સ પ્લાન બનાવવાનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરાયો હતો. કોઈ રાજયમાં જિલ્લાકક્ષાએ આ પ્રકારનો પ્લાન બનતો હોય તેવું પ્રથમવાર બન્યું હતું પણ આ પ્રોજેકટ […]

સરકાર સામે હિંસક પ્રવૃતિની તૈયારી કરતું હતું PFI, NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પીએફઆઈ સામે દેશ વ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે આઠ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પીએફઆઈ દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં સરકાર સામે ગૃહ યુદ્ધની તૈયારી કરી રહ્યાંનું ખૂલ્યું હતું. પીએફઆઈએ અનેક રાજકીય નેતાઓને ટાર્ગેટ […]

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થતાં આજથી ત્રણ દિવસ ઊજવણી કરાશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  સરકારનું 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જેની ઊજવણી  શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ત્રણ  દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જ્યારે તમામ મંત્રીઓને જિલ્લાના વિવિધ વિસ્તારમાં મોકલીને અનેક કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. […]

ગુજરાત સરકારમાં 3.50 લાખ કર્મચારીઓની જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ ભરાતી નથીઃ આપ’

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનો વિકટ પ્રશ્ન છે. ત્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી પહેલા જ સરકારમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ ભરાતી નથી એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. આપ’ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે જણાવ્યું હતું કે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ 10 લાખ લોકોને રોજગાર આપવાની વાત કરી છે. ત્યારે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું […]

બિસ્માર માર્ગો અને રખડતા ઢોરોના ત્રાસ મામલે હાઈકોર્ટની સરકારને ટકોર

અમદાવાદઃ રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર માર્ગોના મુદ્દે હાઈકોર્ટમાં શરૂ થયેલી અરજીની સુનાવણીમાં સરકારે વધુ સમયની માંગણી કરી હતી. જો કે, રાજ્યની વડી અદાલતે લાંબી મુદત આપવાનો ઈન્કાર કરીને આકરી ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ચોમાસાના લીધે રસ્તાઓની સાચી સ્થિતિ ખબર પડશે, સત્તાધીશો અસરકારક કામગીરી કરે તે પણ જરુરી છે. કેસની હકીકત અનુસાર […]

કોરોના મહામારી મુદ્દે ગ્રામીણ વિસ્તારમાં વધારે ધ્યાન આપવાની જરૂરઃ હાઈકોર્ટે કરી ટકોર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવતા હાઈકોર્ટે રાજ્ય સરકારેને રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે વેધક સવાલ કર્યાં હતા. આ ઉપરાંત સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં તેવી હાઇકોર્ટે ટકોર કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી […]

ગુજરાતના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવતઃ સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ સતત ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાતના 12થી સવારના 6 કલાક સુધી હવે કર્ફ્યુનો અમલ થશે. આગામી તા. 28મી ફેબ્રુઆરી સુધી અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કોરોના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code