ભાજપ સરકારે ગૌમાતા પોષણ યોજનામાં 500 કરોડ ફાળવ્યા પણ ફુટી કોડી પણ ન આપીઃ કોંગ્રેસ
અમદાવાદઃ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની બજેટમાં જોગવાઈની વાહવાહી માટે 20 કરોડ રૂપિયાથી વધુની જાહેરાત પર ખર્ચ કરનારી ભાજપ સરકારે એક રૂપિયાની સહાય પણ ગૌશાળા અને પાંજરાપોળને આપી નથી, એટલું જ નહીં રાજ્યમાં 96,34,000 ગાયો સામે સારવાર માટે માત્ર 367 ચિકિત્સક અધિકાર એટલે કે 26,251 ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્ટર છે. 37,780 […]