1. Home
  2. Tag "GST"

ગેરકાયદે સટ્ટાબાજી અને ગેમ્બલીંગ એપ્સથી સરકારને વર્ષે 20 હજાર કરોડથી વધુનું નુકશાન

નવી દિલ્હીઃ સરકારી તિજોરીને ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગારમાં સંડોવાયેલી વિદેશી કંપનીઓ પાસેથી ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના રૂપમાં દર વર્ષે 2.5 બિલિયન ડોલર (રૂ. 20,897.08 કરોડ)નું મોટું નુકસાન થઈ રહ્યું છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રી બોડી ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF) એ આવા ગેરકાયદે વિદેશી પ્લેટફોર્મ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ […]

માર્ચમાં બીજા ક્રમનું સૌથી વધુ માસિક ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શન ₹1.78 લાખ કરોડ થયું

નવી દિલ્હીઃ માર્ચ 2024માં ગ્રોસ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ની આવક 11.5% ની વાર્ષિક વૃદ્ધિ સાથે ₹1.78 લાખ કરોડ સાથે અત્યાર સુધીની બીજી સૌથી વધુ કલેક્શન જોવા મળી છે. આ ઉછાળો સ્થાનિક વ્યવહારોમાંથી જીએસટી કલેક્શનમાં 17.6 ટકાના નોંધપાત્ર વધારાને કારણે થયો હતો. માર્ચ 2024 માટે રિફંડની જીએસટી આવક ચોખ્ખી છે ₹1.65 લાખ કરોડ જે […]

MP પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાના પુત્રના રિસોર્ટ પર દરોડો પડયો, 2 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ખુલાસો

ગ્વાલિયર: ભોપાલથી એક ટીમ સોમવારે સવારે ગ્વાલિયર પહોંચી હતી. તેનું મિશન સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ભોપાલથી પહોંચી ટીમમાં ગ્વાલિયર જીએસટી અધિકારીઓને પણ બોલાવાયા અને તેમને ટાસ્ક જણાવ્યા વગર પોતાની ગાડીઓમાં બેસાડીને સીધા નેશનલ હાઈવે પર આવેલા સૌથી ભવ્ય, વિશાળ અને મોટા ઈમ્પીરિયલ ગોલ્ફ રિસોર્ટ્સ પર પહોંચ્યા. ટીમના લોકો ગ્રાહક બનીને અંદર ઘૂસ્યા, કારણ કે […]

દેશનું GST કલેક્શન એક મહિનામાં 12.5% વધીને રૂ. 1 લાખ 68 હજાર કરોડને પાર પહોંચ્યું

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં દેશમાં 1,68,337 કરોડ રૂપિયાનું GST ક્લેકશન થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં GST કલેક્શન કરતાં 12.5% વધુ છે. GST કલેક્શનમાં આ વધારા પાછળનું કારણ સ્થાનિક વ્યવહારોમાં 13.5%નો વધારો છે. આ ઉપરાંત, માલ-સામાનની આયાતથી મળતો GST 8.5% વધ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં નેટ GST કલેક્શન 1 લાખ 51 હજાર કરોડ રૂપિયા હતું. […]

મધ્યપ્રદેશમાં ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST વસુલાશે, બિલ વિધાનસભામાં રજુ થયું

ભોપાલઃ મધ્યપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવતુ વિધેયક રજુ કર્યું હતું. જેનો કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત, અભિજીત શાહ અને અભય મિશ્રાએ વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા ઉમંગ સિંધારએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર જુગાર-સટ્ટાને કાયદેસર બનાવવામાં આવી રહ્યું છે. અન્ય ધારાસભ્યોએ કહ્યું […]

ગ્રાહક ખરીદી કરતી વખતે બિલ મેળવી અપલોડ કરે એ દેશના વિકાસમાં મોટું કદમ કહેવાશેઃ નિર્મલા સીતારમન

અમદાવાદઃ કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રી નિર્મલા સીતારમનના હસ્તે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે જીએસટી સેવા કેન્દ્રની સાથે રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી સીતારમને જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા જીએસટી સેવા […]

દેશમાં ઓક્ટોબર મહિનામાં GSTની આવક 1.72 લાખ કરોડ થઈ, ઓક્ટોબર 2022ની સરખામણીએ વધારે

નવી દિલ્હીઃ તહેવારોની મોસમને કારણે ઓક્ટોબર મહિનામાં અદભૂત GST કલેક્શન જોવા મળ્યું છે. ઓક્ટોબર 2023માં કુલ GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. ઑક્ટોબર 2023 માં GST કલેક્શન 1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ થયા પછીનું બીજું ઉચ્ચતમ સ્તર છે. ગત ઑક્ટોબર 2022ની સરખામણીમાં GST કલેક્શનમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણા મંત્રાલયે ઓક્ટોબર […]

હવે ગંગા જળ લેવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે,18 ટકા GST લાદવામાં આવ્યો

દિલ્હી: GST કાઉન્સિલની 52મી બેઠક શનિવારે એટલ કે આજે દિલ્હીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ બેઠકમાં સરકાર બાજરી પર જીએસટી દર ઘટાડવા અંગે મોટો નિર્ણય લઈ શકે છે. આની સાથે અન્ય ઘણી બાબતો પર પણ GST દર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.ત્યારે હવે નવરાત્રિ પર લોકોએ તેમના ઘરોમાં ગંગા જળ છાંટવા […]

દેશમાં ઓગસ્ટ મહિનામાં જીએસટીની આવક 1.60 લાખ કરોડની નોંધાઈ

ઓગસ્ટ 2022ની સરખામણીએ 11 ટકાનો વધારો જીએસટી ચોરી અટકાવવા માટે કવાયત શરૂ કરાઈ નવી દિલ્હીઃ દેશની GST આવકમાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. ઓગસ્ટમાં ભારતનું GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડ રહ્યું હતું. જે વર્ષ 2022 ઓગસ્ટની સરખામણીએ 11 ટકા વધુ હતું. રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ શુક્રવારે વાર્ષિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વિશે […]

જીએસટીને લઈને મોટા સમાચાર,હવે વધારે ક્રેડિટ લેનારા વેપારી સાથે થઈ શકે છે પૂછપરછ

મુંબઈ : જીએસટીની આવકને સરકાર દ્વારા સમય સમય પર જાહેર કરવામાં આવે છે, ક્યારેક તો દેશની જીએસટીની આવક જોઈને ગર્વ થાય છે, અને તેની પાછળનું કારણ એ છે કે સરકાર દ્વારા જીએસટીમાં હજુ પણ સુધારા વધારે કરવામાં આવી રહ્યા છે. દેશની આવક સ્થિર બને તે માટે આજે પણ સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code