1. Home
  2. Tag "GTU"

GTUમાં જોબ પ્લેસમેન્ટ, ફાર્મસી, ઈજનેરીના 200 વિદ્યાર્થીઓને ત્રણથી નવ લાખના પેકેજ અપાયાં

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જુદી જુદી કંપનીઓને આમંત્રણ આપીને દર વર્ષે વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે યોજાયેલા જોબ પ્લેસમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટના સ્નાતક કુલ 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ તરફથી વાર્ષિક રૂ.3 લાખથી 9 લાખ સુધીનુ જોબ પેકેજ ઓફર કરવામાં આવી હતી.  વિવિધ સેક્ટરની જોબ ઓફર […]

GTUમાં 1027 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, સિવિલ બ્રાન્ચમાં પ્રવેશનો વધુ ક્રેઝ,

અમદાવાદઃ રાજ્યની ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વિદેશના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. આ વખતે ઈજનેરીની વિવિધ શાખાઓમાં 1027 વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ સિવિલ બ્રાન્ચમાં 220 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ગુજરાતમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં આ વર્ષે કમ્પ્યુટર સાયન્સની બ્રાન્ચમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ પસંદગી ઉતારી હતી. પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં કમ્પ્યુટર સાયન્સની એક સીટ […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 82 વિદ્યાર્થીઓએ માઉન્ટ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો

અમદાવાદ: ગુજરાતટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સાહસવૃતિ ખીલે તે માટે માઉન્ટ ટ્રેકિંગકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ટેકનીકલ જ્ઞાનની સાથે સ્પોર્ટસ એક્ટિવિટીમાં પણ ઉત્કૃષ્ઠ યોગદાન આપે અને તેઓનું મનોબળ મજબુત થાય તેવા ઉદેશ્ય સાથે  યોજાયેલા માઉન્ટ ટ્રેકિંગ કેમ્પમાં જીટીયુ સંલગ્ન 67 કોલેજના 82 વિદ્યાર્થીઓ અને 3 પ્રોફેસરએ  ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી […]

જીટીયુ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે સ્વ-રક્ષણ તાલીમ આપવા સેમિનાર યોજાયો

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં જોવા મળતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણોસર દરેક મહિલા અને વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત છે. જેને અનુલક્ષીને વિદ્યાર્થિનીઓ અને યુનિની મહિલા કર્મચારીઓને તાલીમ આપવામાં […]

નવી શિક્ષણ નીતિએ માત્ર ડોક્યુમેન્ટ નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છેઃ અમિત શાહ

અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ડોક્યુમેન્ટ માત્ર નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ માત્ર પુસ્તક નથી, પણ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયનો જેટલો અભ્યાસ કરશો એટલું જ્ઞાન મળશે. નવી શિક્ષણનીતિમાં ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે તેમ કેન્દ્રિય ગૃહમંત્રી અમિક શાહે ગાંધીનગરના લોકાવાડા ખાતે જીટીયુના નવા કેમ્સનું ભૂમિપૂજન કર્યા બાદ […]

GTUના નવા કેમ્પસનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 27મીને મંગળવારે ભૂમિપૂજન કરાશે

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીક યુનિવર્સિટીએ  ટેક્નિકલ શિક્ષણમાં દેશ- વિદેશમાં અગ્રગણ્ય યુનિવર્સિટીમાં નામના મેળવી છે.  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને સરકાર દ્વારા ગાંધીનગરના લેકાવાડા ખાતે 100 એકરની જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. જેનું આગામી તારીખ 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , ગૃહરાજ્યમંત્રી […]

GTU દ્વારા મંગળવારથી ત્રિદિવસીય મલ્ટી ડિસિપ્લિનરી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નીતનવા આયામો પર પહેલ કરીને ઈનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ, તેમજ ઉદ્યોગ જગતના તજજ્ઞો માટે તેમના જ્ઞાનમાં વધારો કરતાં વિવિધ પ્રકારના કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવતા હોય છે. આગામી તારીખ 20 થી 23 સપ્ટેમ્બર દરમિયાન જીટીયુ ચાંદખેડા ખાતે દ્વીતિય મલ્ટી ડિસિપ્લિનરી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ આઈકોન-2022નું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં એન્જિનિયરિંગ, […]

જીટીયુ અને ગુજરાત યુનિના 60 વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાંથી 75 સેટેલાઈટ લોન્ચ કરાશે. 75 માંથી 2 સેટેલાઈટ અમદાવાદમાં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ISRO નાં સહયોગથી લોન્ચ કરશે. રાજ્યની બે સરકારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ  GTU નાં 60 જેટલા વિદ્યાર્થીઓને ભારત સરકારના પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે. […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકદિને ‘ શ્રેષ્ઠ ટેક ગુરૂ ’ એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે અપાશે

અમદાવાદ‌  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા દેશના દ્રિતીય રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીની ઉજવણીના ઉપક્રમે શ્રેષ્ઠ ‌ટેક ગુરુ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીટીયુ સંલગ્ન કૉલેજોના 6 અધ્યાપકોનું અભિવાદન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમાના મુખ્ય મહેમાન અને વક્તા સ્થાને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશનના કુલપતિ ભદ્રાયુ વછરાજાનીએ ઉપસ્થિત રહીને […]

GTUમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે આજે રક્ષાબંધન પર્વ ઊજવાશે, ભારતીય સંકૃતિથી અવગત કરાશે

અમદાવાદઃ રાજ્યની ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં દર વર્ષે ટેક્નિકલ શિક્ષણમાં અભ્યાસ અર્થે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. જીટીયુ દ્વારા તેમની સંસ્કૃતિ અને તેમના રાષ્ટ્રીય પર્વોની સમયાંતરે ઊજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે વિદેશી વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી અવગત થાય એ હેતુથી જીટીયુના કર્મચારીઓ દ્વારા 30 દેશના 35 સ્ટુડન્ટસ સાથે રક્ષાબંધનનું પર્વ ઊજવશે. જીટીયુના ડિપાર્ટમેન્ટ ઓફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code